Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ફોરવર્ડ કોન્ટ્રેકસ (ડબ્બા ટ્રેડીંગ)ના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૯ : ધી ફોરવોર્ડ કોન્ટ્રેકટસ એકટ ૧૯પરની કલમ ર૦ (સી) ર૧ (સીએફ) થયેલ ફરીયાદના અનુસંધાને પકડાયેલ ધર્મેશ જયસુખભાઇ રાચ્છ, હિતેષ રમણીકલાલ મહેતા, ભરતભાઇ કાંતીલાલ ભોલારીયા, ધીરેનભાઇ રમણીકભાઇ સેજપાલ, સંજયભાઇ જમનાદાસ કુંડલીયા સામે કેસ ચાલી જતા જયુડીશિયલ મેજીસ્ટ્રેટશ્રી બી.આર. રાજપુતે નિર્દોષ છોડ મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે તા.રપ-૧ર-ર૦૧૪ના રોજ જે તે  વખતના ગાંધીગ્રામ પો. સ્ટે.ના પી.આઇ. શ્રી સરવૈયા સાહેબ જાતે ફરીયાદી બની ફરીયાદ આપેલ અને ફરીયાદની હકિકતમાં જણાવેલ કે, પોતાને ખાનગી રાહે માહિતી મળતા કોર્ટમાં તા.રપ-૧ર-ર૦૧૪ના રોજ ધર્મેશ જયસુખભાઇ રહે. : અમૃતા પાર્ક રાજકોટવાળાનું વોરંટ મેળવી રેડ કરેલ. ત્યારે આરોપી હાલ પોતાના રહેણાંક મકાનમાં પોતે કોઇપણ જાતના માન્ય સંસ્થના સભ્યપદ કે કાયદેસરની મંજુરી લીધા વગર ફોરવર્ડ  કોન્ટ્રેકટ એકટનો ભંગ કરી તથા એમ.સી. એકસ એક્ષચેંજની માન્યતા વગર ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર ગોલ્ડ અને સિલ્વરના સોદાઓ જુદા- જુદા ગ્રાહકો સાથે મોબાઇલ મારફતે કરી બે મોબાઇલ તથા સોદા લખેલ કાગળ તથા રોકડા રકમ રૂ. ૯,પ૦૦ મળી કુલ રૂ. ૧૯પ૦૦ના મુદામાલ સાથે મળી આવતા ગુનો કર્યાની હકીકત જણાવેલ.

ઉપરોકત ફરીયાદ બાદ આ કામમાં તપાસ દરમિયાન અન્ય આરોપીઓ સાથે ગોલ્ડના સોદાઓ કરેલાઓની હકીકત ુખલતા અન્ય આરોપીઓની ધરપકડ કરેલ અને તેઓની પાસેથી પણ મોબાઇલ કબ્જે લીધેલ અને આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરેલ.

આ કામમાં સરકાર પક્ષે ફરીયાદી શ્રી સરવૈયા રેડીંગ કંપનીમાં સાથે ગયેલા પોલીસ કર્મચારી તેમજ તપાસ કરનાર અધિકારીઓ અને પંચોને તપાસેલ તમામ સાહેદોએ ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપેલ.

ઉપરોકત હકીકત પડેલ પુરાવાને ધ્યાને લઇ રાજકોટના જુડીશ્યલ ફર્સ્ટ કલાસ મેજી. શ્રી બી.આર. રાજપુતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ પિયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિવીદભાઇ પારેખ, નિતેષભાઇ કથીરીયા, હર્ષિલભાઇ શાહ, વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભા વ્યાસ રોકાયેલા હતાં.

(4:04 pm IST)