Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વાહ... રાજકોટની મહિલાનું સેનામાં ફંડ અર્પણ

ખુશ્બુબેન આકાશભાઈ દાવડાએ જીણા મોતીથી પોસ્ટર બનાવેલું, જેની આવકનો ચેક કલેકટરને અર્પણ :કલેકટર રાહુલ ગુપ્તાએ કહ્યું રાજકોટને ગૌરવ લેવા જેવી વાતઃ પુત્રને પણ આર્મીમાં મોકલવાની ખુશ્બુબેનની મહેચ્છા

રાજકોટ,તા.૧૯: પુલવામાં આતંકવાદી હુમલામાં દેશના વિરજવાનો શહીદ થયા છે. પાકિસ્તાનના નાયાક કૃત્ય સામે દેશભરમાંથી વિરોધ વંટોળ ઉભો થયો છે. શહીદ આર્મીના જવાનો માટે દેશવાસીઓ ફંડ એકત્રીત કરી મોકલી રહ્યા છે. દરમિયાન રાજકોટના એક મોટાગજાના મહિલા કલાકારે બનાવેલ પોસ્ટર માંથી થયેલ આવકને આર્મી ફંડમાં આપી  એક પ્રેરક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.આ મહિલાનું દાવડા છે. શ્રીમતી ખુશ્બુબેન આકાશભાઈ દાવડા. તેઓએ ગાંધી મ્યુઝીમ ઉપર જીણા મોતીથી પોસ્ટર બનાવેલું. જેના થકી મળેલ આવકને આર્મીના રાહત ફંડમાં અર્પણ કરેલ છે. ખુશ્બુબેનના જીવનની આ પ્રથમ કમાણી હતી. જે તેઓએ આર્મી ફંડમાં અર્પણ કરી હતી.

આ તકે કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ ખુશ્બુબેનની કામગીરીને બીરદાવતા કહ્યું હતું કે રાજકોટ માટે આ એક ગૌરવ લેવા જેવી વાત છે કે એક મહિલાએ દેશપ્રેમ દાખવી પોતાની પ્રથમ કમાણી શહિદ ફંડમાં અર્પણ કરી. તમારા જેવા મહિલાઓનો સાથ સહકાર મળી રહે તે જરૂરી છે. અન્યો માટે પણ એક પ્રેરણાદાયક છે.ખુશ્બુબેને જણાવેલ કે મારા પુત્ર ક્રિશને આર્મીમાં મોકલવાની ખુબ ઈચ્છા છે.  તેઓએ મોતી અને દોરાથી રાષ્ટ્રીય ગીતનું પોસ્ટર બનાવેલ છે. જે તેઓને રાષ્ટ્રપતિને અર્પણ કરવાની ઈચ્છા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ખ્યાતીબેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળુ પોસ્ટર મોતીથી બનાવેલ. જે તેઓએ નરેન્દ્રભાઈને અર્પણ કરેલ. તસ્વીરમાં ખુશ્બુબેન સાથે તેમના પતિ શ્રી આકાશભાઈ દાવડા (મો.૯૪૨૮૨ ૦૨૦૩૩), પુત્ર ક્રિશ અને શ્રી હિતેષભાઈ ડાંગર નજરે પડે છે. બીજી તસ્વીરમાં કલેકટર શ્રી રાહુલ ગુપ્તાને ચેક અર્પણ કરાયેલ તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:04 pm IST)