Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મઢી પાસે રહેતો નૈમિષ વાઘેલા ઝેર પી જ્યાં કામ કરતો'તો ત્યાં પહોંચ્યો

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતાં પગલુ ભર્યાની ચર્ચા

રાજકોટ તા. ૧૯: હનુમાન મઢી પાછળ ન્યુ રંગ ઉપવન પાસે રહેતાં રજપૂત યુવાન નૈમિષ વિનોદભાઇ વાઘેલા (ઉ.૨૫)એ સાંજે ચારેક વાગ્યે કોઇપણ સ્થળે ઝેરી દવા પી લેતાં અને બાદમાં પોતે જ્યાં નોકરી કરે છે તે સદ્દગુરૂ તિર્થધામના યોગી એન્ટરપ્રાઇઝ પાસે પહોંચતાં ત્યાંથી બાજુની દૂકાનવાળાએ તેને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. જો કે ટૂંકી સારવારને અંતે તબિયતમાં સુધારો થઇ જતાં રજા અપાઇ હતી. નૈમિષ બે બહેનથી નાનો અને કુંવારો છે. કોઇ છોકરી સાથેના પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતાં પગલું ભર્યાનું ચર્ચાતુ હતું.

(4:03 pm IST)