Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મોટી મારડમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા

પાંચ શખ્સો દારૂ પીધેલ હાલતમાં હોય અલગ ગુન્હો દાખલ કરાયો : પાટણવાવ પીએસઆઇ વાય.બી.રાણાના દરોડો

રાજકોટ તા. ૧૯ : પાટણવાવ પોલીસ મથકના મોટી મારડ ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. જુગાર રમતા પકડાયેલ સાત પૈકી પાંચ શખ્સો દારૂ પીધેલ હાલતમાં હોય અલગથી ગુન્હો દાખલ કરાયો હતો.

જીલ્લા પોલીસઙ્ગઅધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ તથા જેતપુર ડીવાયએસપી જે એમ ભરવાડના સીધા માર્ગદર્શન હેઠળઙ્ગ પાટણવાવ પો.સ્ટે ના પો.સબ.ઇન્સ વાય.બી.રાણા, હેડ કોન્સ મેહુલભાઇ, અરૂણભાઇ, પો કોન્સ પારસભાઇ, ખિમજીભાઇઙ્ગ તથા નાશીરભાઇ તથા દુષ્યંતરાજસિંહ પાટણવાવઙ્ગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મેહુલભાઇ સુવા ને મળેલ બાતમી આધારે મોટી મારડ સીમ માં જાહેરમાં જુગાર રમતાઙ્ગમગન મોહાનભાઇ વાછાણી, જગદિશ લખમણ મકવાણા, આકાશ દિનેશભાઈ દેત્રોજા, મિતેશ ત્રિકમભાઇ વડાલીયા, કિશોર છગનભાઈ કાલરિયા,  રાજેશ કાંતીભાઇ કાલરિયા, વિનોદ રણછોડભાઇ દેસાઇ તથા અશોક કારાભાઇ લુવા (રહે.બધા મોટી મારડ વાળા)ને ગંજી પત્તાના પાના તથા રૂપિયા ૧૧,૧૪૦ના મુદ્દામાલ સાથે પકડી જુ.ઘા કલમ ૧૨ મુજબ નો ગુન્હો દાખલ કરીઙ્ગ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ ઇસમોમાંથી પાંચ ઇસમો કેફિ પ્રવાહી પિણુ પિધેલી હાલતમા હોય જેઓ વિરુદ્ઘ અલગ અલગ પ્રોહિબિશનના ગુના નોંધી ધોરણ સર કાર્યવાહી કરેલ છે.

(4:02 pm IST)