Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બે કારમાં ૧૦૫ બોટલ દારૂ સાથે પાંચ શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા

ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો, લક્કીરાજસિંહ, મનોજ, પંકજ અને ઉમેશ આસરાની ધરપકડ : ૪ લાખનો મુદામાલ કબજે

રાજકોટ તા ૧૯ : મોરબી રોડ રતનપર રામમંદિર સામે રામધામ  સોસાયટીમાં ક્રાઇમ બ્રાચે બાતમીના આધારે દરોડો પાડી બે કારમાંથી ૧૦૫ બોટલ દારૂ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતમુજબ ક્રાઇમબ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.બી. ત્રિવેદી તથા હેડ કોન્સ. સામતભાઇ ગઢવી, રાજેશભાઇ વાળા, હિતેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, ઇન્દ્રજિતસિંહ ગોહિેલ, રઘુેવીરસિંહ વાળા, તથા સિધ્ધરાજસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોૈવરીદળ ગામ પાસે પહોંચતા કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે મોરબી રોડ રતનપર રામ મંદિર સામે રામધામ સોસાયટીમાં દરોડો પાડી જીને-૧ એચએસ ૫૪૪૭ નંબરની હોન્ડા સીટી કારમાંથી દારૂની ૬૦ બોટલ સાથે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો  ટપુભા જાડેજા (ઉ.વ.૩૫) (રહે. રતનપર ગામ, મુળ ઢાંકી, તા. લખતર) અને લક્રિકરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૨) (રહે. રતનપર ગામ મુળ ઢાંકી, તા. લખતર) ને પકડી લીધા હતા અને બાજુમાં બીજી જીને-૩-ઇએલ-૭૬૪૭ નંબરની ઇકો કારમાંથી દારૂની ૪૫ બોટલ સાથે મનોજ હંસરાજભાઇ ભાનશાલી (ઉ.વ.૩૩) (રહે. કુવાડવા રોડ, ડી માર્ટની સામે મારૂતી નગર, મુળ નલીયા કચ્છ), પંકજ દીલીપભાઇ હાંડા (ઉ.વ.૨૮) (રહે. મોર્કટીંગ યાર્ડની બાજુમાં હુડકો કવાર્ટર નં.એલ/૨/૪૩ અને ઉમેશ માણેકલાલ આશરા (ઉ.વ.૪૧) (રહે. માર્કેટ યાર્ડની બાજુમાં હુડકો કવાર્ટર) ને પકડી લઇ કુલ દારૂની ૧૦૫ બોટલ તથા બે કાર મળી કુલ રૂા ૪,૦૬,૫૦૦/- નો મુદામાલ કબજે કરી તપાસ આદરી છે.

(4:02 pm IST)