Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રતનપરમાં જીતેન્દ્ર પટેલ પર જુના પડોશીનો મોડી રાત્રે પાઇપથી હુમલોઃ કારમાં તોડફોડ

અગાઉના ધંધાખારને લીધે ગિરીરાજસિંહ, રાજેન્દ્રસિંહ અને મુન્નો પટેલ નશો કરીને આવી ધમાલ મચાવી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પરના રતનપરમાં હર્ષિલ ટાઉનશીપમાં રહેતાં અને ટાઇલ્સના માર્કેટીંગનું કામ કરતાં જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસણીયા (ઉ.૩૨) નામના કડવા પટેલ યુવાન પર મોડી રાત્રે એકાદ વાગ્યે મુંજકાના ગિરીરાજસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ જાડેજા અને મુન્ના પટેલે ઘરે આવી તલવાર-ધોકાથી હુમલો કરી હાથ-પગ અને પેટમાં ઇજાઓ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ જાણ કરતાં કુવાડવા પોલીસ મથકના હમીરભાઇએ તેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. જીતેન્દ્ર પટેલના કહેવા મુજબ અગાઉ પોતે મુંજકા આવાસ કવાર્ટરમાં રહેતો અને ત્યાં સામે જ ગિરીરાજસિંહ સોઢા રહેતા હોઇ બંને વચ્ચે તે વખતે ધંધાકીય બાબતે માથાકુટ થઇ હતી. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી રાત્રીના ગિરીરાજસિંહ સહિત ત્રણેય જણા ચિક્કાર નશો કરીને ઘરે આવ્યા હતાં અને હુમલો કરી કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)
  • સિરિયામાં પ્રચંડ : બોમ્બ ધડાકો ૨૪ના મોત : સિરિયાના ઇદબિલ ખાતે જબ્બર બોંબ વિસ્ફોટ થતા ૨૪ના મોત થયા છે અને ૫૦થી વધુ ઘવાયા છે. access_time 11:34 am IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વર્ષ 2019 20 ના બજેટને સર્વ વર્ગોના વિકાસ સાથે આવનારા ભવિષ્યમાં ગુજરાતની નવી દિશા તય કરનારું બજેટ ગણાવતા આપેલી બજેટ પ્રતિક્રિયા access_time 6:41 pm IST

  • એમ્બ્યુલન્સને અકસ્માતઃ ૭ના મોત : યમુના એકસ્પ્રેસ-વે ઉપર એક એમ્બ્યુલન્સ ડીવાઇડર તોડી આગરા-દિલ્હી રોડ ઉપર બીજી સાઇડે ફેંકાતા ૭ના મોત થયા છે. access_time 11:34 am IST