Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વિદેશી દારૂના ગુનામાં સામેલ પ્રિયેશ ઉર્ફે આશીષ પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૧૯: યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં દારૂ સાથે પકડાયેલા દેવીપૂજક શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પુષ્કરધામ મેઇન રોડ પર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં.૨૯ માં રહેતો પ્રિયેશ ઉર્ફે આશીષ ઉર્ફે બેટરી અરવિંદભાઇ સોલંકી (ઉ.વ.૨૦)ને યુનિવર્સિટી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લીધો હતો. આ પ્રકરણમાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. બી.બી.ગોયલ, તથા રાઇટર જે.પી. મેવાડા, બળભદ્રસિંહ તથા ગિરીરાજસિંહે તેને પાસામાં ધકેલવા માટેની દરખાસ્ત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંગ ઇસ્યુ કરતા પીઆઇ બી.બીગોયલ, પીએસઆઇ એન.બી. ડોડીયા, હેડ કોન્સ હરેશભાઇ, રાજેશભાઇ, અમનીભાઇ, રવિરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ અને ધર્મરાજસિંહ સહિતે પ્રિયેશ ઉર્ફે આશીષ ઉર્ફે બેટરી અરવિંદભાઇ સોલંકીને પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(4:01 pm IST)
  • ટ્રીપલ તલાક : ફરી વટહુકમ લાવવા તૈયારી : બજેટ સત્રમાં બિલ પસાર થઇ શકયું ન્હોતું : સાંજે કેબિનેટ આપશે મંજુરી access_time 4:11 pm IST

  • ભરૂચના લખાબાવા થી ભરૂચ રૂટની એસ.ટી.બસના કંડકટર પર હુમલો :ટીકીટ લેવા બાબતે બોલાચાલી થયા બાદ બે મુસાફરો અને તેના મળતીયાઓએ કંડકટરને મારમારી ઇજા પહોંચાડી:પોલીસે તપાસ શરૂ કરી access_time 3:44 pm IST

  • રાજકોટ મનપાના ભાજપના તમામ 40 કોર્પોરેટરો આતંકી હુમલાના શહીદોના પરિવારજનોને સહાય કરશે :એક મહિનાનો પગાર આપશે access_time 9:49 pm IST