Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સુહાસભાઇ પંડ્યાને શ્રધ્ધાંજલી પાઠવતા મહાનગરપાલિકાના પદાધિકારીઓરાજકોટમાં હજારો સરકારી કર્મચારીઓની જંગી રેલીઃ કલેકટરને આવેદનઃ ભાગલા પાડો સામે આક્રોશ

રાજકોટ તા.૧૯: મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી અને દંડક અજયભાઇ પરમાર એક સંયુકત યાદીમાં સુહાસભાઇ પંડ્યાના નિધનથી ઊંડા દુઃખની લાગણી સાથે શ્રધ્ધાંજલિ અર્પતા જણાવે છે કે, સુહાસભાઇ પંડ્યા નિઃસ્વાર્થ અને સદાય હસતો ચહેરો ધરાવતા હતા. રાજકોટમાં કોઇપણ કાર્યક્રમ હોય તેમાં સુહાસભાઇની ખાસ ઉપસ્થિતિ રહેતી. તેઓ સ્વ.અટલ બિહારી વાજપાઇ,માન.પ્રધાનમંત્રીશ્રી, નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના નેતાઓના ભારે ચાહક હતા અને દરેક કાર્યક્રમોમાં હાજરી આપતા. રાજ્ય અને રાષ્ટ્રના અનેક રાજપુરૂષો તેમના ચાહક હતા.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે અને તેમના પરિવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના...(૭.૬૨)

(3:57 pm IST)
  • કાનપુર હાઇવે પર અકસ્માતમાં આઇપીએસ અધિકારીના પરિવારના ચાર સભ્ય સહીત પાંચ લોકોના મોત:2015 બેચના આઇપીએસ અધિકારી અને હાવડામાં સહાયક પોલીસ અયુક્ત ડો,અરવિંદકુમાર આનંદના પરિવારજનોની કારણે વીરપુર નજીક ટ્રકે ટક્કર મારી :માતા-પિતા,બહેન અને મામા સહીત ડ્રાઈવરનું કરૂણમોત :તમામ બરેલીમાં લગ્ન સમારોહથી પરત ફરતા કાનપુર-સાગર રોડ પર કાળ ભેટ્યો access_time 12:11 am IST

  • ભરૂચ :જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાનો ભરૂચના વેપારીઓ દ્વારા વિરોધ :વેપારીઓએ 3 માર્કેટ બંધ રાખી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો :કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે એવી માંગ access_time 4:29 pm IST

  • ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું :પોલીસે ઝડપી પાડેલા સાત જેટલા ઈસમો અમદાવાદ ના રહેવાસી :પોલીસે કાર સહિત સાધન સામગ્રી ઝડપી પાડી. access_time 4:29 pm IST