Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બોલીવુડ મ્યુઝીકલ જલવા

 સરગમ કલબના ઉપક્રમે વી. આર. પ્રોડકશન પ્રસ્તુત બોલિવૂડ મ્યુઝિકલ જલવાનો સુપરહીટ કાર્યક્રમ તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં બે મીનીટ મૌન પાડી શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કર્યા બાદ હિન્દુ ફિલ્મ ગીતો રજુ થયા હતા. 'જલવા' કાર્યક્રમના નિર્માતા મુકેશ પટેલ તથા બોલીવૂડ મ્યુઝીક ડાયરેકટર નિખિલ કામથે કર્ણપ્રિય કાર્યક્રમ રજુ કરી શ્રોતાઓને ડોલાવી દીધા હતા. ઓરકેસ્ટ્રા હરસિત મહેતાએ અને પ્લેબેક સીંગરમાં ઓસ્ટ્રેલીયાથી રેશ્મીકુમાર, એની ચેટરજી, પુરના શિવા, રાજેશ ઐયર, ગુજરાતી ગાયક કલાકાર જયકુમાર પટેલ (જે.ડી.) વગેરેએ જુના નવા ગીતો રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુપમ સિંઘે કરેલ. લતા મંગેશકર, કિશોરદા, મહમદ રફી, મુકેશ, આશા ભોંસલે સહીતના ગાયક કલાકારોને સ્વરના માધ્યમથી જીવંત કરાયા હતા. કાર્યક્રમના પ્રારંભે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજેશભાઇ પટેલ (અમેરીકા), ચંદુભાઇ નથવાણી (લંડન), પ્રભુદાસભાઇ મોદી (લંડન), શશીકાન્તભાઇ કોટેચા, કિશોરભાઇ ભાલાળા, કાશ્મીરાબેન નથવાણી, હરેશભાઇ લાખાણી, જીતુભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે દીપપ્રાગટયમાં જોડાયા હતા. આ પ્રસંગે પી. ડી. અગ્રવાલ, પ્રેમકુમાર અગ્રવાલ, કે. કે. જૈન, હસમુખભાઇ ભગદેવ, નવિનભાઇ ઠકકર, કિશોરભાઇ કોટક, મનસુખભાઇ ઝાલાવડીયા, વિજયભાઇ કારીયા, દિવ્યેનભાઇ રાયઠ્ઠઠા, રાકેશભાઇ પોપટ, રમેશભાઇ ઠકકર, નાથાભાઇ કાલરીયા, વિક્રમભાઇ પુજારા, કમલભાઇ ધામી, જયમીનભાઇ ઠકકર, વિરેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રમેશભાઇ અકબરી, સુનીલભાઇ દેત્રોજા, ગીતાબેન હિરાણી, વિપુલાબેન હિરાણી તેમજ સરગમ કલબના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)