Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પૂ. ધીરગુરૂદેવનું જન્મભૂમિ જશાપરમાં ૨૦૨૧ના ચાતુર્માસ સંમતિથી ઉમંગ છવાયો

રાજકોટ, તા. ૧૯ :. જશાપર ગામે ૫૦ વર્ષ સુધી સરપંચ પદે સેવારત અને ૮૦ વર્ષની વયે જૈન દીક્ષા અંગીકાર કરનાર ગોંડલ સંપ્રદાયના પૂજ્યપાદ શ્રી પ્રેમગુરૂદેવની સ્મૃતિઓ આજેય ગામના ખૂણે ખૂણે ખુશ્બુ ફેલાવી રહી છે. તા. ૧૮ના પૂ.શ્રી ધીરગુરૂદેવ જશાપર પધારતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યા બાદ સમાજવાડીમાં પ્રવચન મધ્યે સાજણ લાખા પટેલ સહિત સહુ ભાઈ-બહેનોએ ચાતુર્માસની અતિઆગ્રહભરી રજૂઆત કરતા સરપંચ અંજુબેન મથુરભાઈ ગાગલિયા, મનહરભાઈ મણિયાર સહિત સેંકડો ભાવિકોએ ઉભા થઈને ગુરૂજી અમારો અંતર્નાદ અમને આપો ચાતુર્માસના જયનારા કરેલ.

પૂ. શ્રીએ સહુની ભાવનાનો સ્વીકાર કરી આગામી ૨૦૨૧માં ચાતુર્માસની મીઠી જબાન આપતા સહુ આનંદ વિભોર બન્યા હતા. સમાજવાડીમાં ટાઈલ્સ વગેરેના કાર્ય માટે ગ્રામજનોએ લગભગ ૨ લાખ રૂપિયાનું ભંડોળ વ્યાખ્યાનમાં કરેલ.

ત્રણેક વર્ષ પૂર્વે મનહરભાઈ અને મુકતાબેન પારેખ - જૈન ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગના સંભારણા યાદ કરી ગ્રામજનોએ પાણીનો બગાડ ન કરવા બહેનોએ સંકલ્પ કરેલ. કર્મથી બચવા ધર્મ જ શરણરૂપ છે. કોઈને ન નડવું તે જ સાચો ધર્મ છે.

પ્રભુની ભકિતથી જ સુખ, શાંતિ મળશે તેવી ધર્મશીખ સાથે પ્રાથમિક શાળાના ભૂલકાઓનું વોટર બેગથી સન્માન કરેલ. શિક્ષકોનું મોમેન્ટોથી બહુમાન કરેલ.

(3:55 pm IST)