Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મનહર પ્લોટમાં પ્લોટ બાબતે પુષ્પાબેન સેગરાને જયેશ સેગરા સહિતે માર માર્યો

લોધા વૃધ્ધાને અને સામા પક્ષે જયેશ સેગરાને સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૯ :.. મંગળા રોડ પર મનહર પ્લોટમાં પ્લોટ બાબતે લોધા પરિવાર વચ્ચે બઘડાટી બોલતા લોઘા વૃધ્ધા અને સામા પક્ષે યુવાનને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ મંગળા રોડ પર મનહર પ્લોટમાં રહેતા પુષ્પાબેન લાલસીંગભાઇ સેગરા (ઉ.૮૦) સવારે પોતાના ઘરે હતાં. ત્યારે મનહર પ્લોટ શેરી નં. ૧પ - બ માં આવેલા પ્લોટ બાબતે તેના દિયર ચંદ્રસિંગ મોહનસીંગ સેગરા, તેનો પુત્ર જયેશ, મીરજા, રોશની, પ્રિતેશ, દેવાંશી તથા એક અજાણ્યો શખ્સ સહિતે આવી ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ વૃધ્ધા પુષ્પાબેન સેગરાને ઢીકાપાટુનો માર મારી લોખંડનો પાઇપ ફટકારી ઇજા કરી હતી. બાદ પુષ્પાબેનને સારવાર માટે સીવીલ હોપિસટલમાં ખસેડાયા હતાં. જયારે સામા પક્ષે જયેશ ચંદ્રસીંગ સેગરા (ઉ.૩૩) ને પણ લલીત સેગરા, નીલેશ, જરીયા, પ્રેમજી, કાર્તિક, ભાવના અને નીલમ સહિતે ઝઘડો કરી લાકડી વડે માર મારતા તેને પણ સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતા એ. ડીવીઝન પોલીસે તપાસ આદરી છે. (પ-૩૩)

 

(3:54 pm IST)