Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શિલ્પન ઓનિકસ પરીવાર દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી... કેન્ડલ માર્ચ...

રાજકોટ : કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીરજવાનોને અંજલી આપવા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શિલ્પન ઓનિકસ પરીવાર દ્વારા ગઈકાલે સાંજે કેન્ડલ માર્ચ અને પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ - બહેનો - બાળકો તેમજ વડીલોએ ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી શહીદ વીરોને અંજલી અર્પી હતી. સોસાયટીના રહીશ જાણીતા શિક્ષણશાસ્ત્રી શ્રી મોહનભાઈ મણવરે આ પ્રસંગે આતંકી હુમલાને વખોડી કાઢી ૧૯૭૧ના યુદ્ધને યાદ કરી તે સમયની સ્થિતિ વર્ણવી અને દેશના સૈનિકો સાથે દરેક નાગરીકે પણ એક યોદ્ધો બની લડવુ જોઈએ અને સરકાર તથા સૈન્યને બનતી તમામ મદદ કરવા અનુરોધ કરેલ. શિલ્પન ઓનિકસના સિકયુરીટી ઈન્ચાર્જ અને માજી લશ્કરી જવાન શ્રી જશમતભાઈ ડાંગરે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવેલ કે દેશનો તમામ નાગરીક સૈનિક જ છે. તેમણે ચીની માલ સામગ્રી ન ખરીદવા અપીલ કરી વીર જવાનોને અંજલી અર્પી હતી. આ પ્રસંગે શિલ્પન ઓનિકસ ફલેટ હોલ્ડર એસોસીએશનના પ્રમુખ વિનેશભાઈ માકડીયા, મગનભાઈ ભીમાણી, જમનભાઈ ઉકાણી રવજીભાઈ ઝાલરીયા, સવજીભાઈ કાલરીયા, ચીમનભાઈ ઝાલાવડીયા, છગનભાઈ ભીમાણી, રાજેશભાઈ દત્તાણી, ભગવાનજીભાઈ પટેલ, વિજયભાઈ ભુપતાણી, એડવોકેટ વિશાલભાઈ ભટ્ટ, ભુપેન્દ્રભાઈ પટોળીયા, સાગરભાઈ પટેલ, મિલનભાઈ ડઢાણીયા, કલ્પેશભાઈ લોટીયા, રાકેશભાઈ સેરઠીયા,  ડો.જેનીશ ઉકાણી, મનોજભાઈ પટેલ, ધવલભાઈ રાબડીયા, નિરવભાઈ વાછાણી, ગોલ્ડીભાઈ ગણાત્રા, કેતનભાઈ સીણોજીયા, નંદીશભાઈ પટેલ, પ્રિયાંકભાઈ ડઢાણીયા, ભરતભાઈ ઉકાણી, નકુલભાઈ શેઠ, વિનોદભાઈ ગણાત્રા, પરસોતમભાઈ રાબડીયા સહિતના મોટી સંખ્યામાં શિલ્પન ઓનિકસ પરીવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)