Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કોઠારિયા વિસ્તારમાં સરકારી પ્લોટમાં દબાણોઃ મ્યુઃ કમિશનરને રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ રણુજામંદિર પાસેના ગોકુલપાર્ક વિસ્તારમાં સરકારી પ્લોટમાં ખડકાયેલ ૧૦૦ જેટલા ઝુપડાના દબાણો દુર કરવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરએ પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ હતી. આ અંગે વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, આ જગ્યાએથી ઝોપડાઓ હટાવી પર્યાવરણ તેમજ પ્લોટ ખાલી કરાવી પેશ કદમી ના થાય તે માટે ફેન્સેગકરી કાયમી ચોકીદાર મુકવા માંગ કરી હતી વિસ્તારવાસીઓએ વધુમાં જણાવ્યું હતું આ પ્લોટમાં થઇ રહેલ દબાણો દુર કરવા તંત્રને અવાર નવાર રજુઆત કરવામાં આવી હોવા છાતા પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી છ.ે(૬.૨૩)

(3:53 pm IST)