Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

અમેરિકામાં ઝળકતા મારવાડી કોલેજના સંશોધકો

રાજકોટ : અમેરિકન સોસાયટી ઓફ મિકેનીકલ એન્જિનિયરિંગ (ASME) એ VIT વેલ્લોર ખાતે '' મેન પાવર સંચાલિત વાહન સ્પર્ધા '' નું  આયોજન કર્યુ. ૧૮૮૦ માં શરૂ થયેલ ASME (ઇજનેરોને તેમના જ્ઞાન, પરીક્ષણ અને પ્રદર્શનોને વિસ્તૃત કરવાની સતત પ્રેરણા આપી રહી છે. ASME ઇન્જીનીયરીંગ ના વિવિધ પાસા, કુશળતા, ડિઝાઇન, નવીનતા, જેવી કેટેગરીમાં સ્પર્ધા યોજી ને યુવાનોને પ્રેરણા આપે છે. મારવાડીએજયુકેશન ફાઉન્ડેશન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુશન્સ (MEFGI), રાજકોટના વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. સમગ્ર એશિયામાંથી૪૦ જેટલી શોર્ટ-લિસ્ટેડ કોલેજો સાથે કોમ્પિટ કરી મારવાડી કોલેજ હ્યુમન પાવરડ વ્હીકલ ચેલેન્જ' (HPVC) માં ઇનોવેશનની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીન ેસમગ્ર ગુજરાતને ગોૈરવ અપાવ્યું છે.

જિતેન્દ્ર ચંદારાણા, વાઇસ ચેરમેન, ડો. વાય.પી. કોસ્તા, પ્રોવોસ્ટ નરેશ જાડજના, રજીસ્ટ્રાર, તથા મારવાડી એજયુકેશન ફાઉન્ડેશનના તમામ ડીન્સ અને ફેકલ્ટીએ આ અસાધારણ સિદ્ધિ માટે વિજેતા ટીમનેઅભિનંદન, શુભેચ્છાઓ પાઠવી.

(3:45 pm IST)