Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જનરલ બોર્ડમાં હોબાળા વચ્ચે બજેટ બહુમતિથી મંજૂર

'બહુજન સુખાય' ના હેતુથી પક્ષા-પક્ષી વગર સમતોલ વિકાસનું બજેટઃ સ્ટેન્ડીંગ ચેરમેન

વાઇરલ ઇન્ફેકશનની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હોવા છતા જનરલ બોર્ડમાં બજેટ રજૂ કર્યુ : બજેટમાં ઓવરબ્રીજ -હાઇસ્કુલો- પાણી વિતરણની જોગવાઇઓથી શહેરના વિકાસને વેગ મળશેઃ કોંગ્રેસના કોર્પોરેટરોના વોર્ડમાં થયેલા વિકાસકામોનાં આંકડાઓ રજૂ કર્યા અને કોંગ્રેસ શાસનમાં પવનવકકી સહીત બજેટ જોગવાઇનો કાગળમાં જ રહી ગયાનો ઉલ્લેખમાં રાજકીય દ્વેષ વગર બજેટને સર્વાનુમતે મંજુર કરવા અપીલ કરી છે. : ઉદય કાનગડની ફરજ નિષ્ઠા

રાજકોટ તા.૧૯: મ્યુ.કોર્પોરેશનનું જનરલ બોર્ડ આજે સવારે યોજાયુ હતુ. જેમાં આગામી ૨૦૧૯-૨૦ અને ૨૦૧૮-૧૯ના વર્ષનું નવુ ત્થા રિવાઇર્ઝડ બજેટ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ હોસ્પીટલમાં દાખલ હોવા છતાં ચાલુ સારવારે જનરલબોર્ડમાં હાજરી આપીને રજુ કરી લોકો પ્રત્યેની ફરજ નિષ્ઠા દર્શાથી હતી.

જનરલબોર્ડમાં બજેટે રજુ કરતા પહેલા ઉદયભાઇ કાંનગડે કાશ્મીરના 'પુલવામાં'માં આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં શહીદ થયેલા સી.આર.પી.એફ.ના ૪૪ વીરજવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ હુમલામાં ઘાયલ થયેલ જવાનોનું સ્વાસ્થ્ય ઝડપથી સારૃં થાય તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.

તેઓએ જણાવેલ કે રાજકોટ શહેરમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સામાજિક સમરસતા, સર્વધર્મ સમભાવ પ્રસરે અને રાજકોટવાસીઓમાં લોકતંત્ર પરત્વે અતુટ વિશ્વાસ બની રહે તેવી મૂલ્ય આધારિત રાજનીતિનું સવર્ધન થાય તેવું બજેટ આપવા માટે નમ્ર પ્રયાસ કર્યો છે પોશ વિસ્તારથી લઇ પછાત વિસ્તારના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. એકંદરે 'બહુજન હિતાય અને બહુજન સુખાય'ના ઉમદા આશયથી બજેટમાં જોગવાઇઓ કરી છે.

બજેટની આ ચર્ચા દરમિયાન શ્રી કાનગડે વિપક્ષ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે લોકોએ કોંગ્રેસને ર૦૦પ સુધી શાસનનો મોકો આપેલ ત્યારે કોંગ્રેસ દ્વારા મ્યુ. કોર્પોરેશનનાં કાર્યક્ષેત્રમાં આવતી ન હોય તેવી ઇશ્વરીયા પાર્ક ડેવલપમેન્ટ, પ્રદ્યુમન પાર્કમાં રોપ-વે, સુરજબારી, ઢાંકમાં પવન ચક્કી બનાવવી જેવી જોગવાઇ બજેટમાં કરી જે કાગળમાં જ રહી ગઇ હોવાનું વિપક્ષને યાદ કરાવ્યું હતું. સાથોસાથ ગત વર્ષમાં કોગ્રેસના કોર્પોરેટરો જયાં ચુંટાયા છે તે વોર્ડ નં. ૩, ૧પ, ૧૬, ૧૭,૧૮ વગેરેમાં પણ વિકાસકામો થયા છે જેના આંકડાઓ બોર્ડમાં રજુ કરી કોઇ પણ જાતની પક્ષાપક્ષી વગર કે રાજકીય દ્વેષ વગેરે વર્ષ ર૦૧૯-ર૦નું ૧ર૬.૧૦ કરોડનું બજેટ સર્વાગી વિકાસ માટે જનરલ બોર્ડમાં રજુ કર્યુ છે. જેને વિપક્ષી સભ્યો પણ સર્વાનુમતે કોઇ પણ વિરોધ વગર મંજુર કરે તેવી અપીલ સાથે આ બજેટ શ્રી કાનગડે જનરલ બોર્ડની મંજુરી માટે મુકયું હતું.

મિરાણી-માંકડ, કોઠારી રાઠોડ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે અને દેશ અને વિશ્વના શ્રેષ્ઠ શહેરની હરોળમાં સ્થાન પામે તે દિશામાં આ બજેટ રજુ કરવામાં આવ્યું છે.  આગામી વર્ષોમાં રાજકોટ મહાનગર પાલીકા દ્વારા રૂ. ૪૧પ કરોડના ખર્ચે કુલ ૩૧ર૬  આવાસોનું નિર્માણકાર્ય હાથ ધરીને ઘર વિહોણાને ઘરનું ઘર મળી રહે તે દિશામાં પગલા ભરવામાં આવશે.

ડો.જૈમનભાઇ ઉપાધ્યાય

મ્યુ. કોર્પોરેશન વર્ષ ર૦૧૮-ર૦નું ર૧ર૬.૧૦ કરોડનું સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ દ્વારા રજુ થયેલ બજેટને આવકારતા આનંદની લાગણી અનુભવતા પુર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું.

પ્રજાજનો ઉપર કોઇ પણ જાતના નવા કરવેરા નાખ્યા વગર પ્રમાણીક પારદર્શક અને કરકસર યુકત વહીવટ તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારના આર્થીક સહયોગથી ખરા અર્થમાં રાજકોટ સ્માર્ટ સીટી બને અને સર્વાગી વિકાસ થાય.

વિશ્વમાં ઝડપી વિકસી રહેલ શહેરોમાં રાજકોટનું આગવું સ્થાન છે તેમજ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું મેડીકલ શિક્ષણ તેમજ વેપાર-ધંધા ઉદ્યોગ માટેનું હબ બની ગયું છે.

(3:39 pm IST)