Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વૈશાલીનગરના હવસખોર રિક્ષાચાલક ડોસા વલ્લભનો ચાલુ ટ્રેને ૧૩ વર્ષના ટેણીયા સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો પ્રયાસ

નિશાળે ન જતાં નાનાબાપુ ખીજાતાં ઘરેથી ભાગેલા ટાબરીયો વિકૃત વૃધ્ધના હાથમાં આવી ગયો! : આમ્રપાલી ફાટકે વલ્લભે પહેલા ટેણીયાને બીડી લેવા મોકલ્યો, પછી રિક્ષામાં બેસાડી ભકિતનગર સ્ટેશને લઇ જઇ ત્યાંથી ટ્રેનમાં બેસાડ્યોઃ જેતલસર પોલીસે દબોચી રાજકોટ ગાંધીગ્રામ પોલીસને સોંપતાં હવસખોરીનું ભૂત ઉતારાયું : ટેણીયા સાથે અડપલા થતાં દેકારો મચાવતાં બીજા મુસાફરોએ બાથરૂમમાંથી બચાવ્યો : ડોસાએ કબુલ્યું હતું કે પોતે બે દિકરીનો પિતા છે. હાલમાં એકલો રહે છે. છોકરાને વિરપુર ગુંદી-ગાંઠીયા ખાવાની લાલચ આપીને લઇ ગયો હતો.

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ પર મઢી વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષના ટેણીયાને તેના નાનાબાપુ ભણવા બાબતે ખીજાતાં તે ઘરેથી નીકળી જતાં આમ્રપાલી ફાટક પાસે એક હવસખોર રિક્ષાચાલક ડોસો ભેટી ગયો હતો. આ શખ્સ તેને રિક્ષામાં ખેંચી જઇ બાદમાં ભકિતનગર સ્ટેશનેથી ટ્રેનમાં ચડાવી ચાલુ ટ્રેને ટ્રેનના બાથરૂમમાં લઇ જઇ તેની સાથે  સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતાં આ ટેણીયાએ દેકારો મચાવતાં મુસાફરોએ ભેગા થઇ આ હવસખોરને દબોચી લઇ જેતલસર રેલ્વે પોલીસને સોંપતા ત્યાંથી ગાંધીગ્રામ પોલીસમાં મામલો પહોંચતા હવસખોર ઢગા સામે ગુનો નોંધી તેની આગવી ઢબે પુછતાછ કરવામાં આવી છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે મઢી પાસે રહેતાં ૩૦ વર્ષના વિધવા મહિલાની ફરિયાદ પરથી વૈશાલીનગરમાં રહેતાં રિક્ષાચાલક વલ્લભ ભગવાનભાઇ સોલંકી નામના ૬૦  વર્ષના કોળી શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૭૭, ૫૧૧ અને પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં તે માતા-પિતા-ભાઇ અને બાળકો સાથે રહી છુટક ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. અગાઉ લગ્ન ખારચીયાના યુવાન સાથે થયા હતાં. તેના થકી એક દિકરો અને અને દિકરીનો જન્મ થયો હતો. જે દિકરો ૧૩ વર્ષનો છે. એ પછી પતિ સાથે અણબનાવ બનતાં માતા-પિતા સાથે પોતે રહેતી હતી અને રૈયાધારના શખ્સ સાથે પ્રેમ થતાં તેની સાથે રહેતી હતી. તેના થકી એક દિકરાનો જન્મ થયો હતો. પણ આ શખ્સ સતત હેરાન કરતો હોઇ તેને છોડી દીધો હતો અને પોતે ફરીથી માતા-પિતા અને બાળકો સાથે રહેવા માંડી છે. પતિનું એક વર્ષ પહેલા બિમારીથી મૃત્યુ થયું છે.

ગઇકાલે બપોરે એકાદ વાગ્યે આ મહિલા ઘરે હતાં ત્યારે તેમને ફોન આવ્યો હતો કે તમારો ૧૩ વર્ષનો પુત્ર જેતલસર રેલ્વે પોલીસ સ્ટેશનમાં છે, તમે આવી જાવ. આ વાત થતાં મહિલા તથા તેના ભાઇ સહિતના લોકો જેતલસર પહોંચતા ત્યાં પુત્ર જોવા મળ્યો હતો. 'તું અહિ કેવી રીતે પહોંચી ગયો?' તેવું પુછાતાં આ ટેણીયાએ કથની વર્ણવી હતી કે પોતે સવારે નિશાળે ગયો ન હોઇ નાનાબાપુ ખીજાતા પોતાને રીશ ચડતાં ઘરેથી સવારે દસ વાગ્યે નીકળીને માસીના ઘરે જવા નીકળી ગયો હતો. આમ્રપાલી ફાટકે પોતે પહોંચ્યો ત્યારે એક રિક્ષાવાળા ડોસાએ બોલાવી બીડી લઇ આવવાનું કહેતાં તે તેના માટે બીડી લેવા ગયો હતો. બાદમાં એ રિક્ષાવાળાએ હાથ ખેંચી અંદર બેસાડી ચુપચાપ રહેવા કહ્યું હતું અને રિક્ષામાં બેસાડી ભકિતનગર રેલ્વે સ્ટેશને લઇ ગયો હતો. ત્યાંથી ટ્રેનમાં બેસાડી દીધો હતો અને ટ્રેન ચાલુ થઇ ગયા બાદ તેને ટ્રેનના બાથરૂમમાં લઇ જઇ 'હું તને સો રૂપિયા આપીશ કોઇને કહેતો નહિ' તેમ કહી અડપલા શરૂ કરી પેન્ટ ઉતારવા લાગ્યો હતો. આથી પોતે ગભરાઇ જતાં રાડારાડી કરતાં ટ્રેનના મુસાફરો ભેગા થઇ જતાં રિક્ષાવાળા ડોસાને દબોચી લઇ બરાબરની ધીબેડી નાંખી  જેતલસર પોલીસને સોંપ્યો હતો. ત્યાંથી રાજકોટ ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પહોંચી હતી અને ડોસાનો કબ્જો મેળવી તેની સામે કાર્યવાહી કરી હતી.

ટેણીયાની ઉપરોકત હકિકતને આધારે ગાંધીગ્રામ પોલીસે તેના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી વેશાલીનગરના રિક્ષાચાલક વલ્લભ ભગવાનજીભાઇ સોલંકી (કોળી)ને સકંજામાં લીધો હતો. પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, ભાનુભાઇ, રશ્મીનભાઇ અને ડી. સ્ટાફની ટીમ વધુ તપાસ કરે છે.

(3:51 pm IST)