Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બપોરબાદ રાજકોટમાં હજારો સરકારી કર્મચારીઓની જંગી રેલીઃ કલેકટરને આવેદનઃ ભાગલા પાડો સામે આક્રોશ

કર્મચારીઓએ ચર્ચા-વિચારણાથી મીટીંગ ઠુકરાવી દિધીઃ સંકલન સમિતિલડી લેવાના મૂડમાં..

રાજકોટ, તા.૧૯:- રાજયના સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજુઆતો ઘણા લાંબા સમયથી સરકારશ્રીને આપેલ હોવા સરકારશ્રી દ્વારા કાઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતા રાજયના તમામ કર્મચારી સંઘો/મહાસંઘના હોદેદારોએ ગુજરાત રાજય કર્મચારી સંકલન સમીતીના નેજા હેઠળ આંદોલનના પ્રથમ તબકકાની દક્ષિણ-મધ્ય ગુજરાત ઝોનની રેલી વડોદરા ખાતે ની રેલીની સફળતા બાદ સરકારશ્રી દ્વારા જુલાઇ-૨૦૧૮થી ૨% મોંઘવારી આપવાની જાહેરાત કરી. પરંતુ બીજા પ્રશ્નોની ચર્ચા બેઠક સારૂ સરકારશ્રી દ્વારા તા. ૧૫-૦૨-૧૯ના પત્રથી તા. ૧૬-૦૨-૧૯ના સાંજે ૪:૩૦ કલાકે કુલ ૨૦ મહામંડળો પૈકી ફકત સાત જ મહામંડળ/મહાસંધોને બોલાવવામાં આવેલ, એમાં પણ ચાર મંડળ તો ફકત સચિવાલય ફેડરેશનના હતા કે જેઓ આંદોલનમાં જોડાયેલ નથી. આથી સરકારની ભાગલા પાડો અને રાજ કરોની નીતી ખુલ્લી થઇ ગઇ હતી. આથી તમામ સંઘોએ એકી અવાજે સરકારશ્રીને પત્ર લખી કર્મચારી પરામર્શ સમીતીના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અમારા તમામ ૨૦ સંધોના પ્રતિનીધીઓને બોલવી ચર્ચા-બેઠક કરવા જણાવેલ. જેના અનુસંધાને સરકારશ્રીએ સદર બેઠક રદ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ કોઇ પ્રત્યુતર નહી મળતા આંદોલનના બીજા તબકકાની આજે રાજકોટ ખાતે બપોરબાદ સૌરાષ્ટ્ર ઝોનની રેલીમાં ખુબ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડશે. સદર રેલીમાં રાજય સરકારના વિવિધ વિભાગોના ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય મહેસુલ કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય પંચાયત/ આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગુજરાત રાજય ઉચ્ચતર મા. શિક્ષક સંઘ, ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજય વર્ગ-૪ કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમીતી, ગુજરાત રાજય ન્યાયાલય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય બોર્ડ-નિગમ કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય કોલેજ વહીવટી મહામંડળ, ગુજરાત રાજય મહાનગરપાલિકા પ્રા. શિક્ષક સંઘ, ગુજરાત રાજય આચાર્ય સંઘ, ગુજરાત રાજય ઓફિસર ફેડરેશન, ગુજરાત રાજય પેન્શનર સંકલન સમીતિ વિગેરે જોડાયેલ છે. સદરહુ રેલીમાં ખાસ સૌરાષ્ટ્રના તમામ જીલ્લામાંથી તમામ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થીત રહેનાર છે એવુ જીલ્લા પ્રમુખશ્રી બાબુભાઇ ખાંડેખાએ જણાવેલ છે.

રેલી પહેલા બહુમાળીભવન ખાતે પૂલવામાં થયેલ શહીદોને શ્રદ્ધાંજલી અર્પતો કાર્મર્ચમ યોજાયો છે. ત્યાર બાદ બપોરે ૧ાા વાગ્યે જંગી રેલી શરૂ થશે. અને કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવશે. તેમ ઉપાધ્યક્ષશ્રી બહાદુરસિંહ ઝાલાએ ઉમેર્યુ હતું.(૨૨.૫)

(11:30 am IST)