Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

રાજકોટની ૧૨ સૂચિત સોસાયટીમાં પરિવર્તનીય વિસ્તાર જાહેર કરવા કલેકટર તંત્રનું પગલુઃ ૯૦૦થી વધુ અરજદારો

ટીપી ફાઈનલ થઈ પણ વિકાસ કાંઈ નથી થયોઃ ખાનગી માલિક-સરકારને ફાળવેલ એફપીમાંથી હિસ્સો અલગ કરાશે

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટની ૧૨ સૂચિત સોસાયટીમાં પરિવર્તનીય વિસ્તાર જાહેર કરવા અંગે કલેકટર તંત્રે કાર્યવાહી હાથ ધરી છે. સંભવત આજે સાંજે ૫ વાગ્યે એડી. કલેકટરના અધ્યક્ષપદે મીટીંગ મળે તેવી શકયતા છે. આ ૧૨ સોસાયટીમાં ટીપી ફાઈનલ થઈ પણ વિકાસ કોઈ પ્રકારનો થયો નથી. આ ૧૨ સોસાયટીમાં ૯૦૦થી વધુ અરજદારો આવે છે. ટીપી સ્કીમોમાં ખાનગી માલિક તથા સરકારને સંયુકત ફાળવેલ એફ.પી.માંથી સરકારનો હિસ્સો અલગ કરવા અંગે કાર્યવાહી શરૂ થઈ છે.

તાજેતરમાં સરકાર તરફથી ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯માં સુધારા કરી નવું પ્રકરણ ૯-ક અને નવી કલમ ૧૨૫-એ થી ૧૨૫-યુ દાખલ કરવામાં આવેલ છે. જે અંતર્ગત કલમ ૧૨૫-એફ (૧)માં દર્શાવેલ વિગતેની જમીનો પરત્વે પરિવર્તનીય વિસ્તારો જાહેર કરી તેમાં પુરક મહેસુલ સેટલમેન્ટ દાખલ કરવાની જોગવાઈઓ કરવામાં આવેલ છે. જ્યારે કલમ ૧૨૫-એફ(૨)માં દર્શાવેલ જમીનોમાં પુરક મહેસુલ સેટલમેન્ટ દાખલ કરવાપાત્ર નથી. આ જોગવાઈઓ અંતર્ગત સરકારશ્રીની માલિકીની જમીનોમાં પુરક મહેસુલ સેટલમેન્ટ દાખલ કરવાપાત્ર નથી.

ઉકત જોગવાઈઓ અનુસંધાને ખાનગી માલિકીની જમીનમાં આવેલ સુચિત સોસાયટીઓ તરીકે ઓળખાતા વિસ્તારોને પરિવર્તનીય વિસ્તારો જાહેર કરીને પુરક મહેસુલ સેટલમેન્ટ દાખલ કરવાની કાર્યવાહી કરવાની થાય છે. નાયબ નિયામક જમીન દફતર, રાજકોટ તરફથી રુજ થયેલ વિગતો મુજબ ૧૨ સૂચિત સોસાયટીઓ, ટી.પી. સ્કીમોમાં ખાનગી માલિક તથા સરકારશ્રીને સંયુકત રીતે ફાળવેલ આખરી ખંડની જમીનોમાં આવેલ છે. જેથી આવી જમીનોમાંથી સરકારશ્રીનો હિસ્સો અલગ થાય બાદ બાકી રહેતી ખાનગી માલિકીની જમીનોમાં આવેલ સુચિત સોસાયટીને પરિવર્તનીય વિસ્તારો જાહેર કરીને આગળની કાર્યવાહી કરવાની થાય છે.(૨-૨૩)

ટી.પી. સ્કીમોમાં ખાનગી માલિક તથા સરકારને સંયુકત ફાળવેલ આખરી ખંડોમાં આવેલ સુચિત સોસાયટીઓ

સુચિત સોસાયટીનું નામ      ટી.પી. સ્કીમ

સરદાર પટેલ પાર્ક  રાજકોટ-૧૧

વિક્રાંતિ સોસાયટી    રાજકોટ-૧૧

વિશ્રાંતિ સોસાયટી    રાજકોટ-૧૧

કિરણ સોસાયટી     રાજકોટ-૧૧

ન્યુ સુભાષનગર     રાજકોટ-૧૧

રાજલક્ષ્મી સોસાયટી રાજકોટ-૧૧

નંદિનીપાર્ક          રાજકોટ-૧૧

માધવપાર્ક તથા ન્યુ યોગીનગર      રૈયા-૧૬

રૂષિકેશ સોસાયટી    રૈયા-૧૬

રૂષિકેશસોસા., પેરેમાઉન્ટ સો. રૈયા-૧૬

કૃષ્ણજી સોસાયટી    રાજકોટ-૮

મહેશનગર સોસાયટી રાજકોટ-૭

(3:55 pm IST)