Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ચીલઝડપના ગુનામાં સામેલ તપેન્દ્ર ઉર્ફે તપી પાસામાં ધકેલાયો

રાજકોટ, તા. ૧૯ : ગાંધીગ્રામ વિસ્તારમાં ચીલઝડપના ગુનામાં સામેલ શખ્સને પાસા હેઠળ ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં ચીલઝડપના ગુન્હામાં ગાંધીગ્રામ પોલીસે અગાઉ કોઠારીયા મેઇન રોડ રણુજા હાઉસીંગ શેરી નં.રમાં પ્લોટ નં.૩પ૧માં રહેતો તપેન્દ્ર ઉર્ફે તપી હિંમતસિંહ પરીયાર (નેપાળી) (ઉ.વ.ર૦)ની ધરપકડ કરી હતી. બાદ આ શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નરે વોરંટ ઇસ્યુ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. એચ.આર. ભાટુના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. જાડેજા, હેડ કોન્સ. ભાનુભાઇ મીયાત્રા, હેડ કોન્સ. ઘનશયામભાઇ મેણીયા, યુવરાજસિંહ જાડેજા સહિતે તપેન્દ્ર ઉર્ફે તપીની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દેવાયો છે.

(4:43 pm IST)