Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મતગણતરી કેન્દ્રમાં પુષ્કર પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે ગરમાગરમી

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૪ ની પેટા ચુંટણીની આજે સવારે મતગણતરી યોજાઇ હતી. તે વખતે મતગણતરીનું (જુની કલેકટર કચેરી, ઠક્કર બાપા હાઇસ્કુલ) ખાતે કેન્દ્રમાં જઇ રહેલા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલને ફરજ પરનાં પોલીસ અધિકારીએ અટકાવતાં બંન્ને થોડીવાર ગરમાગરમી સર્જાઇ હતી. જો કે બાદમાં શહેર ભાજપ પ્રમુખ નજરે પડે છે. જો કે બાદમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ મામલો થાળે પાડયો હતો. તે છેલ્લી તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:52 pm IST)