Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ટાટા સ્ટીલ કંપનીના નામના ડુપ્લીકેટ સ્ટીકરનો ઉપયોગ કરી લોખંડની બોરવેલમાં ઉપયોગમાં લેવાતી કપલીનનું ટાટા કંપનીના નામે વેચાણ કરતા શખ્સને ઝડપી લેતી રાજકોટ એસ.ઓ.જી.

રાજકોટ:  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર  પ્રવીણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્રર મનોહરસિંહ જાડેજા તથા એસીપી (ક્રાઇમ)  ડી.વી. બસીયાએ શહેરમાં પેટ્રોલીંગમાં રહી ગે.કા પ્રવૃતી અંગેના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સુચનાઓ આપેલ જેથી એસ.ઓ.જી.પો.ઇન્સ.આર.વાય.રાવલની સુચના અને બાતમી આધારે અમો એમ.એસ.અંસારી પો.સબ.ઇન્સ.એસ.ઓ.જી.શાખા તથા સ્ટાફના પો. હેડ કોન્સ ઝહીરભાઇ ખફીફ તથા પો.હેડ.કોન્સ વીરેંદ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. અનિલસિંહ ગોહીલ તથા પો.કોન્સ. મહમદ અજરૂદીનભાઇ તથા મહીલા પો.કોન્સ. સોનાબેન મુળીયા એસ.ઓ.જી.ઓફીસ ખાતે હાજર હોઇ દરમ્યાન ટાટા સ્ટીલ કંપનીએ પોતાની પ્રોડક્ટ કે માલનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ °IPR" (INDIA) PRIVET LIMITED coMPNY ને ઓથોરિટી આપેલ હોય જે અન્વયે EIPR (INDIA) PRIVET LIMITED COMPNY ના ઈંવેસ્ટીગેશન મેનેજરએ રૂબરૂ આવીને પોતાની ફરીયાદ જાહેર કરેલ કે શ્રી ક્રીષ્ના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ-3 ઉમાકાન્ત પંડીત ઉધ્યોગ નગર મેઇન રોડ રાજકોટ ખાતે અમારી ટાટા સ્ટીલ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરો ચોંટાડી લોખંડની બોરવેલમાં ઉપયોગમાં લેવાતી કપલીનનો ગે.કા.રીતે વેપાર કરે છે જેથી ઉપરોક્ત કારખાનામાં ફરીયાદી તથા પો.સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ટાટા સ્ટીલ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકરો ચોંટાડીને લોખંડની કપલીનનો વેપાર કરતા ઇસમને પકડી પાડી ધી કોપી રાઇટ એકટ ૧૯૫૭ ની કલમ ૫૧,૬૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે,

આરોપી: 

પરશોતમભાઇ ડાયાભાઈ પાંભર ઉવ.૬૦ ધંધો વેપાર રહે. અનુપમ સોસાયટી ૨૨-બી “સરજુ" નાનામવા રોડ, રાજનગર સોસાયટીની બાજુમાં રાજકોટની ધરપકડ કરવામાં આવી છે.

કબજે કરેલો મુદામાલ:- ટાટા સ્ટીલ લીમીટેડ કંપનીના ડુપ્લીકેટ યટા સ્ટીકરનો અલગ-અલગ સાઇઝની લોખંડની બોરવેલમાં ઉપયોગ થતી કપલીન કુલ નંગ- ૬૦૦ કુલ કિ. રૂ.૨૭૦૦૦/- તથા યટા કંપનીના નામના ડુપ્લીકેટ ચોટાડવાના સ્ટીકર નંગ-૧૧૦૦ કી.રૂ.૨૦૦/- મળી કુલ 3.23, 200/- olx DELHI

કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ: રાજકોટ શહેર એસ.ઓ.જી. શાખા પો.ઇન્સ. આર.વાય રાવલ, પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી,પો.હેડ કોન્સ ઝહીરભાઇ ખટ્ટીફ, પો.હેડ કોન્સ વીદ્રસિંહ ના,પો.કોન્સ. અનિલસિંહ ગોહીલ, પો.કોન્સ. મહમદઅજરૂદીન તથા મહીલા પો.કોન્સ. સોનાબેન મુળીયા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(7:20 pm IST)
  • કોરોના રસીનો જાદુ કે બાયડનના આગમનના પડઘા પડ્યા ? અમેરિકામાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, ૨૪ કલાકમાં દોઢ લાખ કેસ નોંધાયા, ૧૩૯૩ મૃત્યુ : ભારતમાં અભૂતપૂર્વ કોરોના કેસ ઘટી ગયા: ચોવીસ કલાકમાં માત્ર દસ હજાર નવા કેસ અને ૧૩૭ ના મોત: ઈંગ્લેન્ડમાં પણ ઘટાડો નોંધાયો, આજે સવાર સુધીમાં ૩૭ હજાર નવા કેસો: બ્રાઝિલમાં ૨૪ હજાર, રશિયામાં ૨૨ હજાર, જર્મનીમાં અને ઈટાલીમાં ૮ હજાર નવા કેસ થયા છ: ચીનમાં રોજ એકસો ઉપર નવા કેસો, આજે સવારે ૧૧૮ કેસ નોંધાયા: હોંગકોંગમાં ૧૦૭ અને ઓસ્ટ્રેલિયમાં ૧૩ નવા કેસ નોંધાયા access_time 10:30 am IST

  • પંચાયતોના આરોગ્‍ય કર્મચારીઓ ફરજ પર હાજર ન થાય તો કડક પગલા : વોરંટ, સસ્‍પેન્‍ડ સુધીના પગલાની સરકારની તૈયારી : વધુ સંઘર્ષ કે સમાધાન ? બપોરે કર્મચારી મહાસંઘની બેઠકમાં હડતાલ અંગે ફેંસલો access_time 11:44 am IST

  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST