Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

દારૂમાં ઝેર પાઇ હત્યા નીપજાવવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૧૯ : દારૂમાં ઝેર પાઈ હત્યા નીપજાવાના ચકચારી કેસમાં અમીત ઓડના જામીન મંજુર કરવાનો રાજકોટ સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે ની ટુકી વિગત એવી કે કિસાનપરા ખાતે રહેતા તથા મહીલા કોલેજ અન્ડર બ્રીજની બાજુમા વોટર સપ્લાય અને 'ઓમ' પંજાબી અને ચાઈનીઝ નામે દુકાન ધરાવતા કારડીયા રાજપુત વૃધ્ધે પોતાના સગા જમાઈ અશ્વીન ડોડીયા તથા અન્ય બે આરોપીઓ નરેશ ઉર્ફે પોલીયો નરશીભાઈ સરવૈયા તથા અમીત ભીખાભાઈ ગુંદરી ચોહાણ (ઓડ) રહે.ભવાનીનગર વાળાઓ વિરૂઘ્ધએ ડિવીઝન પોલીસ મથકમા એવી ફરીયાદ નોંધાવેલ કે આ કામમાં ફરીયાદીને વારસમા એક નો એક દિકરો મરણ જનાર દેવુભા રમેશભાઈ સાકરીયા ઉ.વ. ૨૬ નો હોય ફરીયાદીની તમામ મીલ્કતના વારસદાર હોય જેથી આ વારસદારનંુ મૃત્ય થયે આરોપી નં.૧ કે જે ફરીયાદીના જમાઈ છે તેને મીલ્કત મળે તે હેતુસર આ કામના આરોપીએ પુર્વયોજીત કાવતરૂ રચી આરોપી નં.ર નરેશ ઉર્ફે પોલીયો ના ભવાની નગર ખાતેના ઘરે મરણ જનારને તા.૨૪/૮/૨૦૧૯ના લઈ જઈ અને ત્યાંથી આરોપી નં.(૧) (૨) (૩) નાઓએ મરનાર સાથે દારૂ પીધેલ અને તેમા ડાયકલો રવોશ નામના ઓર્ગેનો નોન થાયો ફોસ્ફોરસ પ્રકારનું રાસાયણીક ઝેર ભેળવી તેનુ મૃત્યુ નીપજાવી અને ત્યાથી ઈકો ગાડીમાં ફરીયાદીના ધરે (રેસ્ટોરેન્ટ) આવી ખાટલામા સુવડાવી આ દેવુભા વધુ દારૂ પી ગયેલ તેમ જણાવી જતા રહી મોત નીપજાવી મરણ જનારના ખીસ્સામા રહેલ ૯૦૦૦૦/- પણ કાઢી લઈ ઈન્ડીયન પીનલ કોડની કલમ ૩૦૨, ૧૨૦બી, ૪૦૩ અન્વયે ગંભીર ગન્હો કરેલ હતો.

ત્યારબાદ પોલીસે ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ એક.આઈ.આર. નોંધી તેઓની ધરપડક કરી તા.ર/૩/૨૦૨૦ ના રોજ જેલ હવાલે કરેલ જેમાંથી જેલમાં રહેલ આરોપી અમીત ઉર્ફે ગુંદરી ભીખુભાઈ ગોહેલ (ઓડ) એ પોતાના વકીલ   રૂપરાજસિહ પરમાર મારફત રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટમા જામીન અરજી કરેલ હતી.

ર્કોેટે તમામ પક્ષોની રજૂઆતો કાયદાકીય પરીસ્થીતી, ઉચ્ચ અદાલતના ચુકાદા વગેરે કેસના સંજોગો ઘ્યાને લઈ રાજકોટ ના મહે. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન જજ  ઉર્ત્કષભાઈ દેસાઈએ  આરોપી અમીત ઉર્ફે ગુંદરી ભીખુભાઈ ગોહેલ (ઓડ) ની જામીન અરજી મજુર કરેલ છે

આ કામે આરોપી વતિ રાજકોટના વકીલ રૂપરાજસિહ પરમાર, અજીત પરમાર, ભરત સોમાણી તથા હુસેનભાઈ હેરંજા રોકાયેલ હતા.

(4:20 pm IST)
  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST