Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રોણકી ગામની ૪૦ કરોડની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૯ : રોણકીની આશરે ૪૦ કરોડની કિંમતની ખેતીની જમીનના બોગસ કુલમુખત્યારનામા તથા દસ્તાવેજના કામે પકડાયેલ આરોપીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.

આ ગુન્હા અંગેના બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી રમેશભાઇ બાબુભાઇ પરસાણાની ખેતીની જમીન રોણકી ગામે રેવન્યુ સર્વે નં. ૪૭ પૈકી ૧ થી હે.આરે.ચો.મ.ર-પર-૬૪ આવેલ છે. જેની અંદાજીત કિંમત રૂ. ૪૦ કરોડ છે. જે જમીનના બોગસ કુલમુખત્યારનામાનો સ્ટેમ્પ પેપર આરોપી પ્રફુલભાઇ રામજીભાઇનાઓએ તા.૧પ/૧/ર૦૧૦ ના રોજ ખરીદેલ અને તે સ્ટેમ્પ પેપર ઉપર આરોપી જયરાજસિંહ મહિપતસિંહ રાણાએ કુલ મુખત્યારનામું બનાવેલ અને તે કુલ મુખત્યારનામામાં સાક્ષી તરીકે આરોપી પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજા તથા આરોપી રામજીભાઇ ગોવિંદભાઇ મકવાણાએ સહી કરેલ અને તે કુલ મુખત્યારનામું તા.૧૮/૧૧/ર૦૧૦ ના રોજ નોટરી અશ્વિનકુમાર કાંતિલાલ ટોળીયા સમક્ષ નોંધાયેલ.

આ કામે આરોપી પ્રફુલભાઇ રામજીભાઇ, જયરાજસિંહ મહીપતસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ મહીપતસિંહ રાણા, યુવરાજસિંહ રવુભા ચુડાસમા, રમેશભાઇ રાણાભાઇ મકવાણા, હીરાભાઇ પમાભાઇ સાગઠીયા, રામજીભાઇ ગોવિંદભાઇ મકવાણા, ગીરીરાજસિંહ મજબુતસિંહ જેઠવા, ગોપાલભાઇ ભુવા, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ઘમભા જયુભા જાડેજા, શકિતસિંહ જામમાં જાડેજા, યોગેશભાઇ વી ગોરસીયા, જીતુભાઇ સોમાભાઇ મકવાણા તથા ધીરૂભાઇ ઉર્ફે ધીરેનભાઇ ઉર્ફે ડી.કે. ધનજીભાઇ સાગઠીયા વિરૂદ્ધ પૂર્વ આયોજીત કાવત્રું રચી ફરીયાદીની જમીન પચાવવા માટે ખોટા સોગંદનામા તેમજ દસ્તાવેજમાં મામતલદારશ્રીના બોગસ સ્ટેમ્પ પેપર બનાવી બોગસ સહીઓ કરી, ખોટા સોગંદનામા તેમજ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટુ ચુંટણીકાર્ડ બનાવી ફરીયાદીની જમીનનો ગેરકાયદેસરનો કબજો કરવા એક બીજાની મદદગારી કરી ગુનો આચરતા, પ્ર.નગર પો.સ્ટે. દ્વારા આરોપીઓ વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ-૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭ર, ૪૭પ, ૧૧૪ તથા ૧ર૦ બી મુજબનો ગુનો નોંધાયેલ છે.

આરોપીઓ પૈકી આરોપી રામજીભાઇ ગોવિંદભાઇ મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કરતા તેમના વતી તેઓના એડવોકેટ જામીન અરજી સમયે દલીલ કરી સુપ્રિમ કોર્ટ તથા જુદી-જુદી ઉચ્ચ અદાલતોના જજમેન્ટસ રજુ કરવા, તેતમામને ધ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રામજીભાઇ ગોવિંદભાઇ મકવાણાની જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

આ કામે આરોપી રામજીભાઇ ગોવિંદભાઇ મકવાણા વતી એડવોકેટ નિલેશ સી.ગણાત્રા (મો.૯૮રપ૧ ૩૧ર૪ર), આનંદ બી.જોષી, આદીલ એ.માથકીયા, અમિત એમ.મેવાડા તથા હિતેષ એચ.રાવલ રોકાયેલા હતા.

(4:19 pm IST)