Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચંદ્રેશનગરના હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા.૧૯ : ચંદ્રેશનગ૨ વિસ્તારમાં પ્રેમ લગ્ન કરવાનો ખાર રાખી ઘરમાં  ઘુસી કરેલ હત્યા તથા હત્યાની કોશીષના ચકચારી બનાવમાં એક આરોપીનો જામીન પર છુટકારો સેશન્સ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગઈ તા.૨૯/૦૮/૨૦૨૦ના રોજ ફરીયાદી મરણજનારના માતુશ્રી અંજુબેન પ્રદિપભાઈ સોલંકીએમાલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ ફરીયાદીના પુત્ર રાહુલ-દિપભાઈ સોલંકીએ છએક માસ પહેલા દિવ્યા દીનેશભાઈ બોહકીયા સાથે કોર્ટ મેરેજ કરેલ હતા જેનો ખાર રાખી દિવ્યાના કુટુંબીજનોએ. પુર્વાયોજીત કાવતરૂ રચી કરેલ હત્યા તથા હત્યાની કોશીષની ફરીયાદ નાંેધાવેલી હતી.

ફરીયાદીએ તેમની ફરીયાદમાં ૧) હંસાબેન રાજેશભાઈ પીપરીયા ૨) જીતેન્દ્ર પ્રતાપભાઈ કોરડીયા ૩) જયેશ દેવજીભાઈ કોરડીયા ૪) દેવજીભાઈ મોહનભાઈ કોરડીયા ૫) સુભાષ નીદેશભાઈ બોહકીયા ૨) રવિ બોહકીયા ૭) સંઘ્યાબેન દીનેશભાઈ બોહકીયા ૮) ઈલાબેન દીનેશભાઈ બોહકીયા રહે. રાજકોટવાળાઓ વિરૂઘ્ધ માલવીયાનગર પોલીસ  સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. ત્યારબાદ ફરીયાદીએ વિશેષ નીવેદન આપીને બીજા ૮ વ્યકિતઓને સંડોવવાની કોશીષ કરેલ હતી અને જેમાં હાલનાં આરોપી ગોરધન ઉર્ફે ભુરો ઉર્ફે ભુવો દેવજીભાઈ ગેડાણીને અટક કરતા જામીન પર છુટવા માટે તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત સેશન્સ કોર્ટ રાજકોટમાં જામીન અરજી કરેલ હતી.

આ કામનાં આરોપી ગોરધન ઉર્ફે ભુરો ઉર્ફે ભુવો દેવજીભાઈ ગેડાણીએ જામીન પ૨ છુટવા માટે પોતાના એડવોકેટ  અંશ ભારદ્વાજ મારફત રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જે જામીન અરજીના કામે આરોપીના એડવોકેટે દલીલ કરતા જણાવેલ હતુ કે, આરોપી ગોરધનભાઈ મરણજનારના ઘરમાં ગયેલ નથી કે મરણજનારને કોઈ ગંભીર ઈજા કરેલ નથી તેમ છતાં પાછળથી ખોટા નીવેદનો ઉભા કરીને આરોપીને અટક કરી તેમની પાસેથી ખોટી રીતે લાકડી કબજે કરેલ છે અને એક આરોપી બહેનને નામદાર હાઈકોર્ટે જામીન પર મુકત કરેલ છે જેથી હાલનાં આરોપીને પણ જામીન પર મુકત કરવો જોઈએ વિગેરે દલીલો માન્ય રાખીને સેશન્સ કોર્ટે આરોપી ગોરધન ઉર્ફે ભુરો ઉર્ફે ભુવો દેવજીભાઈ ગેડાણીને અમુક શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપી ગોરધન ઉર્ફે ભુરો ઉર્ફે ભુવો દેવજીભાઈ ગેડાણી તરફે એડવોકેટ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટૃ, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો.તારક સાવંત,કાર્તીકેય મહેતા, કિશન ટીલવા, ગૌરાંગ ગોકાણી, શ્રેયસ શુકલ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહીત, નીલ શુકલ, કુનાલ દવે, નૈમીશ જોશી, યોગી ત્રિવેદી, અબ્દુલ સમા, અનીતા રાજવંશી, રોકાયા હતા.

(4:19 pm IST)