Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ઘંટેશ્વર, છોટુનગર અને રૈયાધાર મફતીયાપરામાં પોલીસની મેગા ડ્રાઈવઃ દેશી દારૂ સાથે નવ પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દીયોરાની સૂચનાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં દેશી દારૂ અંગેની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઈ એ.બી. જાડેજા, એ.બી. વોરા, વી.એમ. ડોડીયા, બી.જી. ડાંગર, એચ.જે. બરવાડીયા સહિતના સ્ટાફે કાલાવડ રોડ જડુસ હોટલની સામે નદીના પૂલની બાજુમાં, રૈયાધાર મફતીયાપરા, યુનિવર્સિટી રોડ પર કીડની હોસ્પીટલની પાછળ મફતીયાપરામાંથી દેશી દારૂ સાથે વિક્રમ કેશુભાઈ વાજેલીયા, રામસીંગ કેશુભાઈ વાજેલીયા, બુધીબેન ઉર્ફે લક્ષ્મીબેન કમાભાઈ હાલાણી, કેશુ જકશીભાઈ જખાણીયા, ચંપા રણુભાઈ સાડમીયા, દિપક મગનભાઈ સોલંકીને પકડી લઈ કાર્યવાહી કરી હતી. જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળા, પીએસઆઈ આર.એસ. પટેલ, એચ.વી. સોમૈયા સહિતના સ્ટાફે છોટુનગર તથા ઘંટેશ્વર ૨૫ વારીયામાંથી દેશી દારૂ સાથે બેને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(3:11 pm IST)
  • પ્રાઇવેટ ડોક્ટર પાસે આંખ ચેક કરાવો : સરકારી હોસ્પિટલના રિપોર્ટ ખોટા જોવા મળ્યા છે : કેન્દ્રીય મિનિસ્ટર ગડકરીનો રાજનાથસિંઘ સાથેનો સંવાદ : મુંબઈમાં કારમાં મુસાફરી વખતે પોતાના ડ્રાયવરને મોતિયો હોવા છતાં આંખ બરાબર હોવાનું સર્ટિફિકેટ લાવ્યો હતો : એક મુખ્યમંત્રીનો ડ્રાયવર બંને આંખે આંધળો હતો : એક કેન્દ્રીય મિનિસ્ટરના ડ્રાયવરની એક આંખ ખરાબ હતી access_time 11:42 am IST

  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST