Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સ્નેહ સંવેદના ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય

સ્નેહ સંવેદના એજયુકેશન ટ્રસ્ટ અને શિવમ ફાઉન્ડેશન જરૂરીયાતમંદ લોકોને પેકેટ, ગરમ કપડાં, ધાબળા, કપડાં, ફ્રૂટસ, કોરો નાસ્તો, ઉત્તરાયણ નિમિતે આપેલ. ઉજવણીમાં જોડાયેલ દરેક વ્યકિત નિવ્યસની હતી અને પ્લાસ્ટીક મુકત કાર્ય કરેલ. કાર્યને સફળ બનાવવા સ્નેહ સંવેદના એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ નીતીન ભરડવા, ટ્રસ્ટી ડો. અનીલ સેલારકા, શ્યામ માવદીયા, જશ્મીન માવદીયા અને કુલદિપ કુકડિયા તેમજ શિવમ ફાઉન્ડેશનના પ્રમુખ ગૌતમ દવે, ટ્રસ્ટી ગુલામ હુસેન અગવાન, જયેશ પડીયા એ સેવાકાર્યમાં જોડાઇને ઉતરાયણની ઉજવણી કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

(3:08 pm IST)
  • દિલ્હીના 72 ટકાથી વધુ લોકો ખાનગીને બદલે સરકારી ડિસ્પેન્સરીમાં કરાવે છે સારવાર : રાજધાની દિલ્હીની કુલ વસ્તીના 72.87 ટકા લોકો સરકારી હોસ્પિટલો અને ડિસ્પેંસરીઓમાં પોતાની સારવાર કરાવતા હોવાની જાણકારી દિલ્હી સરકારના સામાજિક આર્થિક સર્વેના બીજા ભાગના અહેવાલમાં સામે આવી: સરકાર તરફથી નવેમ્બર 2018થી નવેમ્બર 2019 વચ્ચે આ સર્વે કરાવવામાં આવ્યો હતો. access_time 12:54 am IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST

  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST