Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

મહર્ષિ વાલ્મીકિ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચકલીનાં ચબુતરાનું વિતરણ

રાજકોટઃ ''મુંગા પશુ પક્ષીઓની સેવા એ જ પ્રભુ સેવા'' આ સુવિચારને સાર્થક કરતા મહર્ષિ વાલ્મીકિ યુવા સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર મોચી બજાર, શ્રદ્ધાનંદ વિસ્તારમાં ચકલીનાં ચબુતરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ-પારસ બેડીયા, પટેલ પ્રવીણભાઇ વાઘેલા તથા વિસ્તારનાં આગેવાન કિશોરભાઇ બેડીયા, મોહનભાઇ નૈયા, છગનભાઇ બેડીયા, યુવા સમિતિનાં સભ્યો સુશીલ બેડીયા, જયદીપ પરમાર, સંદીપ સોઢા, સંદીપ બેડીયા, યુવરાજ સોઢા, ધર્મેશ બેડીયા, કરણ ઝાલા, વાસુ પરમાર, માનવ મકવાણા, દર્શન બેડીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)