Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કલેકટર કચેરીમાં ફાયરબ્રિગેડનું ચેકીંગ : ખાટલે મોટી ખોટ : વુડન પાર્ટીશન - વાલ ન હોવો સહિતની ક્ષતિ !!

આખી કચેરી ચેક કરાઇ : પહેલા અને ત્રીજા માળે લાકડાના પાર્ટીશન એ ગેરકાયદેસર

રાજકોટ તા. ૧૯ : આજે રાજકોટ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાએ નવી કલેકટર કચેરી ખાતે ફાયર પ્રશ્ને ચેકીંગ હાથ ધર્યું હતું. ગ્રાઉન્ડ ફલોરથી ત્રીજા માળ સુધી ફાયરના સાધનો - એસીની પાઇપ લાઇન, તમામ લાઇટો, ફાયરના સાધનો બધુ ચેક કરાયું હતું.

ચેકીંગ બાદ પ્રાથમિક વિગતોમાં જ ખાટલે મોટી ખોટ બહાર આવી હતી, જેમાં પ્રથમ માળે અને ત્રીજા માળે વુડન ફર્નીચર, પાર્ટીશન, લાકડાની ૨ થી ૩ ચેમ્બરો તથા એસી અને ફાયરની લાઇનોમાં વાલ ન હોવો સહિતની ક્ષતિઓ જોવા મળી હતી. વુડન - પાર્ટીશન ગેરકાયદેસર ગણાયું હતું. અન્ય ક્ષતિઓ પણ જોવા મળી હતી. આ તમામ બાબતે ચેકીંગ લીસ્ટ ભરી ચીફ ફાયર ઓફિસરને રીપોર્ટ કરાઇ રહ્યો છે.

(3:04 pm IST)