Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

રાજકોટ જેલમાં ફરીથી દડા સ્વરૂપે પોટલુ મળ્યું: અંદરથી મોબાઇલ ફોન, તમાકુની પડીકી, ચાર્જર મળ્યા!

રાજકોટઃ અહિની જીલ્લા જેલમાં અગાઉ કોઇએ તમાકુ, ચાર્જર, મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓનો ટેપથી દડો બનાવી જેલમાં ફેંકયો હતો. એ પછી આવી જ રીતે પ્રતિબંધીત ચીજવસ્તુઓ ફેંકવા આવેલો શખ્સ પકડાઇ ગયો હતો. ત્યાં વધુ એક વાર દડા સ્વરૂપે એક પોટલુ મળી આવ્યું છે. જેમાંથી કયુ-ટેલ કંપનીનો બેટરી સાથેનો મોબાઇલ ફોન, તમાકુની ૧૨ પડીકી અને એક ચાર્જર મળી આવતાં જેલર કે. એ. વાઢેરે પ્રિઝન એકટ હેઠળ અજાણ્યા શખ્સ સામે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરી છે. પીએસઆઇ આર. એન. હાથલીયાએ આ અંગે તપાસ શરૂ કરી છે.

જેલ અધિક્ષકની સુચનાથી ૧૭મીએ સાંજે જેલના ટાવર નં. ૨ના બહારના ભાગેથી સાંજે સાડા સાતેક વાગ્યે પોટલાનો ઘા આવતાં આ ટાવર પર ફરજ બજાવતાં એસઆરપી જવાને સતર્કતા દાખવી પોટલા અંગે તુરત જ જાણ કરતાં જડતી સ્કવોડ અને જેલ સહાયક સહિતના સ્ટાફે તપાસ કરતાં દડા સ્વરૂપે આવેલા પોટલામાંથી આ ચીજવસ્તુઓ મળી આવી હતી. કોના માટે આવા પોટલાના ઘા થાય છે? કોણ કરી જાય છે? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:58 am IST)