Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ધોરાજી કલાણાના વાળંદ વૃધ્ધ રામજીભાઇ સોલંકીએ રબારી શખ્સોની ધમકીને લીધે જીવ દીધો'તોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રબારી છોકરો-છોકરી ભાગી ગયા તેમાં રામજીભાઇ કંઇક જાણતા હોવાની શંકા કરી ત્રાસ અપાતો હતોઃ ૧૯ ડિસેમ્બરે તેમણે રાજકોટમાં એસિડ પી આપઘાત કર્યો હતો

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર પ્રશિલ પાર્ક બ્લોક નં. ૩૭માં વાળંદ વૃધ્ધ રામજીભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.૬૫) નામના વૃધ્ધે ગત ૧૯ ડિસેમ્બરના રોજ એસિડ પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં ધોરાજીના કલાણા ગામના રબારી શખ્સોએ છોકરા-છોકરી ભાગી ગયાની બાબતમાં રામજીભાઇ કંઇક જાણતા હોવાની શંકા કરી તેમને સતત ધમકીઓ આપતાં તેણે ગભરાઇને આ પગલુ ભરી લીધાનું ખુલતાં યુનિવર્સિટી પોલીસે મૃતક કલાણાના બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

       આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૯/૧૨/૧૯ના રોજ આપઘાત કરી લેનારા રામજીભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.૬૫)ના પુત્ર ભરતભાઇ રામજીભાઇ સોલંકી (વાળંદ) (ઉ.૪૩-રહે. પ્રશીલ પાર્ક બ્લોક નં. ૩૭, નિલ સીટીની બાજુમાં)ની ફરિયાદ પરથી ધોરાજીના કલાણા ગામના જેતા ગોગનભાઇ મકવાણા, રવિ વિહાભાઇ મકવાણા સામે આઇપીસી ૩૦૬, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ધમકી આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.

       ભરતભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું બાયોસ લેબ કંપની ચલાવુ છું. મારા માતા હયાત નથી. પિતા રામજીભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.૬૫) ત્રણ વર્ષથી ધોરાજીના કલાણા ગામે આવેલી નિમાવત સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં હતાં.  ૧૮/૧૨ના રોજ મને મારા ગામેથી મોટા બાપુના દિકરા દિપકભાઇએ ફોન કરીને કહ્યું હતું કે બાપુજી રામજીભાઇ પડી ગયા છે અને પગમાં વાગ ગયું છે, અમે ધોરાજી હોસ્પિટલમાં લઇ જઇએ છીએ. મેં તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ આવવાનું કહ્યુંહ તું. દરમિયાન ફોનમાં મને બીજા મોટા બાપુના દિકરા વિપુલભાઇએ વાત કરી હતી કે રામજીભાઇને કોઇએ માર માર્યો છે. સાંજે મારા પિતાને રાજકોટ લાવવામાં આવ્યા હતાં અને સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. જ્યાં પગમાં ાટંકા લીધા હતાં.

           એ પછી મારા પિતાજીને ઘરે લઇ ગયા હતાં. ત્યારે તેણે વાત કરી હતી કે તેને કલાણા ગામમાં રબારી લોકોએ છોકરા-છોકરીની બાબતમાં માર માર્યો છે. બીજા ૧૯/૧૨ના રોજ હું ઓફિસના કામે સુરત ગયો હતો.   ત્યારે બપોરે બે વાગ્યે મારા પત્નિએ ફોન કરી કહ્યું હતું કે બાપુજીએ અગાસી પર જઇ એસિડ પી લીધું છે. તેને સિર્નીહોસ્પિટલમાં લઇ ગયા હતાં. હું રાતે સુરતથી આવી ગયો હતો. મારા બાપુજી આઇસીયુમાં દાખલ હતાં.એ પછી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મારા પત્નિ પારૂલબેને વાત કરી હતી કે મારા મોટા ભાઇ શૈલેષભાઇએ કલાણાથી ફોન કરી વાત કરી હતી કે કલાણાના રબારી લોકોના છોકરો-છોકરી ભાગી ગયા છે. તેમાં આપણા બાપુજી કંઇક જાણે છે તેવી શંકા કરી રબારી લોકોએ માર મારી ધમકી આપી હતી. આ લોકોના ત્રાસને કારણે બાપુજી એસિડ પી ગયા છે.

         આમ અમને ખબર પડી હતી કે કલાણાના જેતા ગોગનભાઇ મકવાણાની છોકરી બીજા રબારીના છોકરા સાથે ભાગી ગઇ હોઇ તેમાં મારા બાપુજી કંઇક જાણે છે તેવી શંકા પરથી જેતા ગોગનભાઇ અને રવિ વિહાભાઇએ મળી મારા બાપુજીને ધમકીઓ આપી હોઇ તેનાથી કંટાળીને તેઓ મરી જવા મજબૂર થયા હતાં.

પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમં પીએસઆઇ બી. જી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)