Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

રૈયાધારના નાજા સભાડને આજીડેમ પોલીસે ૩.૨૫ લાખના ૯૨૫ બોટલ દારૂ ભરેલા ટાટા-૪૦૭ સાથે દબોચ્યોઃ સંજય કોળીનું નામ ખુલ્યું

રાજકોટઃ આજીડેમ પોલીસે દારૂની બદ્દી નાબુદ કરવા કરેલી કાર્યવહીમાં રૈયાધાર મફતીયાપરા પાણીના ટાંકા પાસે રહેતાં નાજા નથુભાઇ સભાડ (ઉ.૪૫) નામના ભરવાડ શખ્સને નાઇટ પેટ્રોલીંગ દરમિયાન રૂ. ૩,૨૫,૨૦૦નો ૯૨૪ બોટલ દારૂ ભરેલા ટાટા ૪૦૭ જીજે૧૩ટી-૬૩૭૭ સાથે પકડી લીધો છે. આ દારૂના જથ્થામાં સંજય કોળીનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. દારૂ તથા વાહન, ફોન મળી કુલ રૂ. ૭,૩૧,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો

વાહનમાંથી એલએન્ટી વણપરી ટોલ પ્લાઝાનો પાસ પણ મળી આવ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એચ.એલ. રાઠોડની સુચના હેઠળ પી.આઇ. એ.એસ. ચાવડા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. કનકસિંહ સોલકી, શૈલેષભાઇ ભીંસડીયા, મહેન્દ્રભાઇ પરમાર, કોન્સ. શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ઝાલા, જયેશભાઇ ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

(11:24 am IST)