Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

રાજયમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસ માટે રાજકોટ અને અંકલેશ્વરમાં ખાસ પાર્ક બનાવાશે

એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગ ક્ષેત્ર વિશાળ રોજગારીની સર્જતી હોવાથી તેના વિકાસ માટે રાજય સરકારે ત્રણ અગત્યના નિર્ણયો કર્યાઃ રાજકોટના ઉદ્યોગકારો કોઇપણ ક્ષેત્રના પાટર્સ બનાવવા માટે સક્ષમ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ખાતે જીઆઇડીસીનું ખાતમુહૂર્ત તેમજ ઔદ્યોગીક વસાહતના ૪૭૧ પ્લોટોનો ડ્રો કરીને ફાળવણી

રાજકોટ,તા.૧૮:  મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમ શીલતા ને કારણે અનેક નાના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે રાજય સરકાર ઇચ્છે છે કે રાજયના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે જેથી ઉદ્યોગકારો તેમના ઉદ્યોગ સ્થાપીને ઉત્પાદન કરતા થાય.

મુખ્યમંત્રીશ્રી એ રાજકોટ ખાતે ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રૂપિયા ૧૦૦ કરોડની સહાય થકી ગુજરાતમાં ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તે માટે રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ પ્રોડકશન અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ્સના પ્રોડકશન અર્થે ખાસ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સૂક્ષ્મ, નાના, લધુ, મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકારે અગત્યના ખાસ ત્રણ નિર્ણય કરવામાં આવેલ છે જેમાં રાજયમાં કેપિટલ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે તેમજ કોઈપણ પ્રકારના ઉત્પાદન માટે પરવાનગી વગર પ્રોજેકટ શરૂ કરી શકાશે અને માત્ર સાત દિવસમાં રૂપિયા પાંચ કરોડ સુધીની લોન બેન્ક દ્વારા પૂરી કરી આપવા બેંક.ઓફ.બરોડા સાથે એમઓયુ કરવામાં આવ્યા છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજયના ૩૨ લાખ જેટલા નાના લોકો ઉદ્યોગો વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે આ એકમોના સરળીકરણ માટે એમ.એસ.એમ.ઈ માટે અલગ કમિશ્નરેટ વિભાગ બનાવવામાં આવે છે આ લદ્યુ ઉદ્યોગો વિશ્વની સ્પર્ધાઓમાં ટકી શકે તે માટે સસ્તી વીજળી મળે તે માટે પોતાના સોલાર તેમજ વિન્ડ વીજ ઉત્પાદન કરવાની છૂટ આપેલ છે. લદ્યુ ઉદ્યોગોને પ્રોડકશન અને પછી પરવાનગી ત્રણ વર્ષમાં પાછળથી લેવાની રહેશે,  ઉદ્યોગકારો તમે પહેલા ઉત્પાદન ચાલુ કરો હવે સમયની રાહ જોવી નથી તમેજ તમારા પગ પર થાવ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગકારોને આહવાન કર્યુ હતું એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો માટે બેંક.ઓફ.બરોડા સાથે ખાસ એમ.ઓ.યુ દ્વારા  રૂપિયા પાંચ કરોડની લોન સાત દિવસમાં મંજૂર કરી આપવામાં આવશે. રૂપિયા પાંચ કરોડથી વધુની રકમની લોન માત્ર ૨૧ દિવસમાં મંજૂર કરી આપવામાં આવશે. આ એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ સહકાર આપીને રાજય સરકાર આગળ વધી રહી છે ગુજરાતનો સંતુલિત વિકાસ થાય અને બધા ઉદ્યોગો રોજગારી લાયક તકો ઉપલબ્ધ થઈ શકે તેમ છે. 

ગુજરાતના વિકાસની હરણફાળનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કચ્છ, સાણંદ, અંકલેશ્વ્રર, બરોડા સહીત વિવિધ જિલ્લાઓમા ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઊંચાઇઓ સર કરી છે. ગુજરાતનો જિડીપી દેશના જીડીપી કરતા આગળ હોવાનું તેમજ કુલ વિદેશી રોકાણના ૪૦ ટકા ગુજરાતમાં આવતું હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સરકારશ્રીની વિવિદ્ય યોજના તળે ઉદ્યોગ સાહસીકોને મળવાપાત્ર સહાય યોજનાઓના લાભોમાં ૫૪૦ થી વધુ એમ.એસ.એમ.ઈ. એકમોને કેપીટલ સબસીડી, તથા વ્યાજ સહાય ગુણવત્ત્।ા પ્રમાણપત્રો માટેની સહાય, ૧૦૦ એકમોને સહાય અંગે પ્રોવિઝનલ મંજુરી પત્રો અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૩૦ યુનિટોને સી.ટી.ઇ. તથા સી.સી.એના મંજુરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

જી.આઇ.ડી.સીના ઉપાધ્યાક્ષ એન.થેનાર્સને સ્વાગત પ્રવચનમાં ગુજરાતમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી. નિર્માણની રૂપરેખા પુરી પાડી હતી.

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિવિધ યોજનાના ૧૦૮૧ લાભાર્થીઓને યોજનાનો લાભ અપાયો

· રાજકોટમાં મેડિકલ ડિવાઇસ પ્રોડકશન અને અંકલેશ્વરમાં ડ્રગ્સના પ્રોડકટ્સનો પાર્ક સ્થાપિત કરવામાં આવશે

·  માત્ર સાત દિવસમાં પાંચ કરોડ સુધીની લોન

·  કોઈપણ પ્રકારની રિન્યુએબલ એનર્જી પ્રોડકશન પર કેપ્ટિવ ચાર્જ નાબુદ

·  કોઈપણ પ્રકારના ઉત્પાદન માટે પરવાનગી વગર પ્રોજેકટ શરૂ કરી શકાશે

(4:01 pm IST)