Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મ્યુ. કોર્પોરેશન દ્વારા સીનિયર સીટીઝન માટે મેડીકલ કેમ્પ યોજાયો

રાજકોટ : મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા. ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત વરિષ્ઠ નાગરિકો (સીનીયર સીટીઝનો)ના જન આરોગ્ય હિતાર્થે મેડીકલ કેમ્પનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.  શ્યામનગર આરોગ્ય કેન્દ્ર સીનીયર સીટીઝન મેડીકલ કેમ્પનું ઉદ્ઘાટન ડે. મેયર અશ્વિનભાઇ મોલીયાએ કરેલ હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા નાયબ કમિશનર બી.જી. પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. વીરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ વિગેરે ઉપસ્થિત રહેલ હતાં.

(3:58 pm IST)