Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કોર્પોરેટરની ગ્રાન્ટ વધારોઃ કોંગ્રેસ

વોર્ડના વિસ્તારમાં વિકાસ કામો માટે ૧૦ લાખની ગ્રાન્ટ મળે છેઃ વોર્ડ નં.૪નાં કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરા દ્વારા મ્યુ.કમીશનરને પત્ર પાઠવી રજુઆત

રાજકોટ તા. ૧૮ : કોર્પોરેટરોને વોર્ડ વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટની ફાળવણીમાં વધારો કરવા કોંગી કોર્પોરેટર રેખાબેન ગજેરા દ્વારા મ્યુ.કમિશનરે રજુઆત કરવામાં આવી છે.

આ અંગે રેખાબેનએ પાઠવેલા પત્રમાંં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં કોર્પોરેશન એરિયામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ પોતાના વોર્ડ વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે શહેરોના વિકાસ માટે હાલના તબકકે જે ગ્રાન્ટ કોર્પોરેટરશ્રીને રૂ.૧૦ લાખ ફાળવાય છે જે અમદાવાદ કોર્પોરેશનમાં તાજેતરમાં ૧૦ ટકા વધારો કરેલ છે અમદાવાદમાં હાલમાં રપ લાખ છે જેમાં ૧૦ ટકા વધારો થતા ર૭.પ૦ લાખ કરવામાં આવેલ છે.

રાજકોટ કોર્પોરેશનની હદ કુદકે ભુસકે વધી રહી છે નવરચિત વિસ્તારના વિકાસ માટે હાલની ગ્રાન્ટ ખૂબજ ઓછી ગણાય આ બાબતે કોર્પોરેશન જનરલ બોર્ડમાં ગ્રાન્ટમાંં વધારો કરવાની દરખાસ્ત રજુ કરવા તેમજ આગામી વર્ષ ર૦ર૦-ર૧ના બજેટમાં ગ્રાન્ટમાં  અમદાવાદ-સુરત જેવા કોર્પોરેશનની સરખામણીએ ગ્રાન્ટમાં ધરખમ એટલે કે બમણો વધારો કરવા માંગ કરવામાં આવી છે.

(3:57 pm IST)