Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

દાદા દુર્લભજી વિરાણીએ જમીનના કટકાઓને વિદ્યાર્થીઓના હિત માટે ભેગા કર્યા જ્યારે પૌત્ર શ્રેયાંસ વિરાણીએ સંભવિત ખરીદનારના હિતમાં જમીનના બે ફાડીયા કર્યા !

ફાડીયા થતા મેદાન રમતવીરો માટે ખેલકુંભને લાયક નહી રહે : નાનો હિસ્સો વેંચી રહ્યાની ટ્રસ્ટીઓની ભ્રામક રજૂઆત : વાસ્તવમાં મેદાન ૩૦% જેટલુ કપાઇ જશે : સરકારની ૧૫૪૭ જમીન આડકતરી રીતે ખરીદનારને પધરાવી દેવાનો વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટીઓનો મનસુબો : સરકાર રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા એક બાજુ ખેલ મહાકુંભના આયોજન કરી રહી છે ત્યારે બીજી બાજુ રમત-ગમતના મેદાનો વેંચવાનો ચેષ્ઠા મૂળભૂત ઇરાદાથી વિપરીત : સરકારની દલા તરવાડી જેવી નિતીથી શું વિદ્યાર્થીઓ અને શિક્ષણજગત વાકેફ નથી ? શિક્ષણજગતના હિતેચ્છુઓમાં ચોરે અને ચૌટે ચર્ચાતો મુદ્દો

પ્રવર્તમાન વિરાણી હાઇસ્કુલની જમીનનો આશરે ચોરસ મીટર દર્શાવતો નકશો આ મુજબ છે.

રાજકોટ તા ૧૮ : વિરાણી હાઇસ્કુલના મેદાન વેચવાની ટ્રસ્ટના મંત્રી શ્રેયાંસભાઈ વિરાણીએ સંયકત ચેરિટી કમીશ્નર સમક્ષ કરેલ અરજીમા જોડવામા આવેલ નકશાને ચકાસતા ખૂબ જ ચોંકાવનારી બાબતો બહાર આવી છે. રજુ કરેલ નકશો જોતા પ્રવર્તમાન મેદાનના બે ફાડીયા કરીને વચ્ચેની જમીન આશરે ૫૭૩૩ ચોરસ મીટર વેચાણ માટે મકેલ છે. પ્રવર્તમાન મેદાન વાળી જમીનથી હેમ ગઢવી હોલ સાઇડમા છુટી પડતી સરકારી જમીન આશરે ૧૫૪૭ ચોરસ મીટર વિરાણી હાઇસ્કુલ માટે બિન-ઉપયોગી પડતર પડી રહેશે કારણ કે છુટી પડેલી જમીનમા વિરાણી સંકલમાથી આવવા જવાનો કોઈ રસ્તો રહેશે નહી. આમ સરકારની આશરે ૧૫૪૭ મીટર જમીન સંભવિત ખરીદનારને પધરાવી દેવાનો મનસુબો ટ્રસ્ટીઓએ રચ્યાનું પ્રાથમિક જણાય છે.

સંયુકત ચેરિટી કમીશ્નર સમક્ષ રજુ કરેલ નકશાને તપાસીએતો સંભવિત ખરીદનારને આડકતરી રીતે આશરે ૧૫૪૭ ચોરસ મીટરનો એડજોઇનીંગ (લાગ) જમીનનો લાભ મળશે.

વેચાણમા મકેલ જમીનનો પ્લાન ભૂતપૂર્વ વિદ્યાર્થી ની બેઠકમા ચર્ચાઇ અને જોવાઈ રહ્યો હતો ત્યારે લાગણીશીલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા હતા અને ટ્રસટીઓને ત્યા દેખાવો કરવા માટે તેમજ નકોરડા ઉપવાસ આંદોલન કરી જમીન નહી જ વેચાવા દેવી તેવો સુર વ્યકત કરતા મેદાન બચાવો કમિટીના પુરૂષોત્ત્।મ પીપરીયાએ રડતા વિદ્યાર્થીઓને શાંત્વના આપતા જણાવેલ કે પાષાણ હદયના પ્રવર્તમાન ટ્રસ્ટીઓને આંદોલન ઉપવાસની કોઈ અસર થશે નહી પરંતુ વિરાણી હાઇસ્કુલની શાખાને પારાવાર નુકશાન થશે જે આપણા માટે ઇચ્છનીય નથી એટલુ જ નહી વિધાર્થીને કોઈ પણ પ્રકારની હાનિ થાય તે પણ ઇચ્છનીય નથી તેથી આવા કોઇ ઉપવાસ, આંદોલન દેખાવો કે ભાંગફોડ ન કરવા અને માત્ર કાયદાકીય ઉપાયો દ્વારા લડવાનો પ્રસ્તાવ મકતા પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રસ્તાવને સમર્થન આપી કાયદાકીય રીતે પુરૂષોત્ત્।મ પીપરીયાના માર્ગદર્શન હેઠળ આગળ વધાવા નિર્ણય કરેલ.

છુટી પડેલ સરકારી જમીન અંગે કલેકટરશ્રીને લેખિતમા અરજી સ્વરૂપે રજુઆત કરી ટ્રસ્ટઓ વિરૂદ્ઘ સરકારી મિલ્કતનો આડકતરી રીતે બીજાને લાભ મળે તે રીતે વેચવાના કરેલ નિર્ણયને અને વેચવા કાઢેલ સરકારી જમીનને શરતભંગ ગણી કાયદેસરની કાર્યવાહી કરવા અને પ્રવર્તમાન ટ્રસ્ટીઓ વિરૂદ્ઘ સરકારી જમીન વેચવા અને ખરીદનારને આડકતરી રીતે લાભ થાય તે રીતે કરેલ પ્રયાસ અંગે અને અરજીમા કરેલ કેટલીક ગેરરજુઆતો અને ભ્રામક રજુઆતો કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા સબબ સેન્ટ્રલ બ્યરો ઇન્વેસ્ટીગેશન્સ, પ્રિવેન્સ ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળના એન્ફોર્સમેન્ટ ડિર્પાટમેન્ટને યોગ્ય તપાસ કરી જરૂર જણાય ત્યા ગુન્હાઓ દાખલ કરવા પ્રકરણ લખી મોકલવા વિનંતી પણ કરવામા આવી.

ટ્રસ્ટના મંત્રી શ્રેયાંશભાઈ વિરાણીના દાદા ભામાશા અને નગરશ્રેષ્ઠી અને મહાન કેળવણીકાર, દુર્લભજીભાઈ વિરાણીએ ટ્રસ્ટને સરકાર તરફથી મળેલ સનદ-N વાળા પ્લોટો કે જે એકબીજા સાથે સંલગ્ન ન હોવાના કારણે વિરાણી ટ્રસ્ટને મળેલ સરકારી જમીનમા સ્કુલ બનાવી મુશ્કેલ હોવાથી સરકારની મંજુરી લઇ ટ્રસ્ટને મળેલ પ્લોટ અને ખાનગી માલિકના સનદ-M વાળા પ્લોટની અરસ પરસ અદલા બદલી કરી જમીનને સ્કુલને લાયક લંબચોરસ આકારમાં ૪ રસ્તા વાળી કરેલ તે સરાહનીય અને વંદનીય પગલુ હત પરંતુ સ્વ. દુર્લભજીભાઈ વિરાણીના ત્રીજી પેઢીના પોત્ર અને વિરાણી ટ્રસ્ટના પ્રવર્તમાન મંત્રી શ્રેયાંશભાઈ વિરાણીએ દાદા દુર્લભજીભાઈ વિરાણીએ કરેલ ટ્રસ્ટહિત અને વિદ્યાર્થી હિતના નિર્ણય વિરૂદ્ઘ વિરાણી સ્કુલના મેદાનની જમીનના બે ફાડીયા કરી વેચવા કાઢેલ છે તે આશ્યર્યજનક અને શંકાસ્પદ ઇરાદો દર્શાવે છે એટલુ જ નહી વેચવા કાઢેલ જમીનના નકશા ઉપર નજર નાખતા સ્પષ્ટ જણાય છે વિરાણી સ્કુલ, વિરાણી ટ્રસ્ટ અને વિદ્યાર્થીના હિત વિરૂદ્ઘ ખરીદનારના હિતાર્થે શંકાસ્પદ નિર્ણય કરેલ હોવાનો પ્રાથમિક રીતે જણાય છે.

સરકારે ફાળવેલી કુલ જમીન આશરે ૪૧,૫૨૯ ચોરસ મીટર પૈકી પ્રવર્તમાન સ્કુલ બિલ્ડીંગ, વર્કશોપ, સ્ટાફ કર્વાટર, મેદાનમા આવેલ. બાંધકામ અને બિલ્ડીંગની બાજુના વિધાર્થીઓને આવવા જવાના માર્ગ તેમજ ફ્રન્ટ અને બેક પાર્કિંગની જમીન તેમજ રોડમા કપાત ગયેલ જમીન મળી કુલ જમીન આશરે ૧૭,૦૦૦ ચોરસ મીટર બાદ કરતા પ્રવર્તમાન મેદાનની શેષ જમીન આશરે ૨૪,૦૦૦ ચોરસ મીટર છે તે પૈકી આશરે ૫,૭૩૩ ચોરસ મીટર વેચાણ માટે મુકેલ છે તે અને આશરે ૧,૫૪૭ ચોરસ મીટર મળ સંકુલથી જુદી પડે છે તે જમીન મળી કુલ જમીન આશરે ૭,૨૮૦ ચોરસ મીટર બાદ થતા આશરે ૧ ૬,૭૨૦ જમીન મેદાન માટે શેષ રહેશે જેથી પ્રવર્તમાન મેદાન આશરે ૩૦% નાનુ થઇ જશે. તે મેદાન પ્રવર્તમાન ૧૨૦૦ થી ૧૩૦૦ વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ, એથલેન્ટિક, વ્યાયામ, ઊંચો કુદકો, લાંબો કુદકો, ગોળાફેક, ચક્રફેક, કબડી, મલખમ, જીમનેશ્યિમ, યોગા, સમુહ કવાયત સહિતની રમતો જે વિરાણી હાઇસ્કુલની ઓળખ છે અને હતી તે રમતો માટે મેદાન અપરતુ ગણાશે.

જયારે સરકાર આંતરરાષ્ટ્રિય કક્ષાના ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવા ખેલકંભ કરી રહી છે ત્યારે રમત ગમતનુ મેદાન વેચવ તે સરકારના મુળભૂત ઇરાદાથી વિપરીત છે એટલુ જ નહી ટ્રસ્ટના બંધારણની પણ વિરૂદ્ઘ છે. ટ્રસ્ટના બંધારણ પણ શારીરીક વિકાસને પ્રાધાન્ય આપે છે.

ટ્રસ્ટીઓએ કરેલ અરજીમા વારંવાર જણાવેલ છે કે નાનો હિસ્સો વેચાણ કરવા માંગીએ છીએ તે માત્ર ભ્રામક પ્રચાર છે, હકિકતમાં પ્રવતર્માન મેદાન ૩૦% નોંધપાત્ર નાનુ થઇ જશે.

સરકારે ફાળવેલી કુલ જમીન આશરે ૪૧,૫૨૯ ચોરસ મીટર પૈકી પ્રવર્તમાન સ્કુલ બિલ્ડીંગ, વર્કશોપ, સ્ટાફ કર્વાટર, મેદાનમા આવેલ બાંધકામ અને બિલ્ડીંગની બાજુના વિધાર્થીઓને આવવા જવાના માર્ગ તેમજ ફ્રન્ટ અને બેક પાર્કિંગની જમીન તેમજ રોડમા કપાત ગયેલ જમીન મળી કુલ જમીન આશરે ૧૭,૦૦૦ ચોરસ મીટર બાદ કરતા પ્રવર્તમાન મેદાનની શેષ જમીન આશરે ૨૪,૦૦૦ ચોરસ મીટર છે તે પૈકી આશરે ૫,૭૩૩ ચોરસ મીટર વેચાણ માટે મુકેલ છે તે અને આશરે ૧,૫૪૭ ચોરસ મીટર મળ સંકુલથી જુદી પડે છે તે જમીન મળી કુલ જમીન આશરે ૭,૨૮૦ ચોરસ મીટર બાદ થતા આશરે ૧ ૬,૭૨૦ જમીન મેદાન માટે શેષ રહેશે જેથી પ્રવર્તમાન મેદાન આશરે ૩૦% નાનુ થઇ જશે. તે મેદાન પ્રવર્તમાન ૧૨૦૦ થી ૧૩૦૦ વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ, એથલેન્ટિક, વ્યાયામ, ઊંચો કુદકો, લાંબો કુદકો, ગોળાફેક, ચક્રફંેક, કબડી, મલખમ, જીમનેશ્યિમ, યોગા, સમુહ કવાયત સહિતની રમતો જે વિરાણી હાઇસ્કુલની ઓળખ છે અને હતી તે રમતો માટે મેદાન અપરતુ ગણાશે.

જયારે સરકાર આંતરરાષ્ટ્રિય કક્ષાના ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવા ખેલકંભ કરી રહી છે ત્યારે રમત ગમતનુ મેદાન વેચવ તે સરકારના મુળભૂત ઇરાદાથી વિપરીત છે એટલુ જ નહી ટ્રસ્ટના બંધારણની પણ વિરૂદ્ઘ છે. ટ્રસ્ટનું બંધારણ પણ શારીરીક વિકાસને પ્રાધાન્ય આપે છે. ટ્રસ્ટીઓએ કરેલ અરજીમા વારંવાર જણાવેલ છે કે નાનો હિસ્સો વેચાણ કરવા માંગીએ છીએ તે માત્ર ભ્રામક પ્રચાર છે, હકિકતમાં પ્રવતર્માન મેદાન ૩૦% નોંધપાત્ર નાનુ થઇ જશે.

પુરૂષોત્તમભાઇ પીપરિયા

ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિરાણી હાઇસ્કુલ હિતરક્ષક

લડત સમિતિના કાનૂની પ્રણેતા

(3:56 pm IST)