Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપના કવાર્ટરમાંથી દારૂની પ૮ બોટલ સાથે રવિ ઉર્ફે ભાણુ પકડાયો

રાજકોટ તા. ૧૮: શહેરના રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપના કવાર્ટરમાં પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની પ૮ બોટલ સાથે કોળી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દીયોરાની સૂચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી. એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડ કોન્સ. અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ, જનકભાઇ, વિરદેવસિંહ, ધર્મરાજસિંહ, યુવરાજસિંહ, જયેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ અને અશોકભાઇ હુંબલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરદેવસિંહ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ બ્લોક બીબી કવાર્ટર નં. ૧ માં દરોડો પાડી રૂ. ર૬૦૦૦ની કિંમતની દારૂની પ૮ બોટલ સાથે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ બ્લોક નં. બીબી કવાર્ટર નં. ૧ મૂળ જામનગર રોડ ગાયત્રીધામના રવિ ઉર્ફે ભાણુ બીજલભાઇ લાલવાણી (ઉ.વ. રર) ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)