Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ઇન્ટીરીયલ ડીઝાઇનર ચેપ્ટર દ્વારા કાલથી સ્પોર્ટસ કાર્નિવલનો પ્રારંભ

પ્રથમ દિવસે વોકેથોન : ક્રિકેટ, બેડમીન્ટન, ચેસ, વોલીબોલ સહીતની રમતોનો સમાવેશ : ૨૬ મીએ સમાપન

રાજકોટ : ઇન્ટીરીયર ડીઝાઇનર માટે કાર્યરત ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયન ઇન્ટીરીયલ ડીઝાઇનર (આઇ.આઇ.આઇ.ડી.) સૌરાષ્ટ્રી રીજનલ ચેપ્ટર દ્વારા સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરાયુ છે. તા. ૧૯ થી ૨૬ સુધી ના આ ર્સ્પોટસ કાર્નિવલનો કાલે વોકેથોનથી શુભારંભ કરાશે. વોકેથોનમાં સંસ્થાના ૨૦૦ થી વધુ સભ્યો પરિવાર સાથે જોડાશે. સમગ્ર સ્પોર્ટસ કાર્નિવલમાં ક્રિકેટ, બેડમીન્ટન, ચેસ, સ્વીમીંગ, વોલીબોલ, ટેબલ ટેનીશ જેવી રમતો આવરી લેવાશે.  કાર્યક્રમમાં મુખ્ય સહયોગી વિજયભાઇ ઘોરૂ (ભવ્ય એલ્યુમીનીયમ) તથા સહ સહયોગી તેજ ગ્લાસવાળા તેજસભાઇ રાવલ, રેડ કાર્પેવાળા સુરજભાઇ કાનાબાર, સીપીએલ પ્લાયવુડવાળા ધ્રુવ રાણા, હિતેશભાઇ કોરાટ, કલાસીક સ્ટોનવાળા વિરેન પટેલ છે. આયોજનમાં આઇ.આઇ.આઇ.ડી. નેશનલ કમીટીમાંથી રાજેન્દ્ર પુરી હાજરી આપશે. ચેપ્ટર ચેરમેન હરેશભાઇ પરસાણાના નેતૃત્વ હેઠળ સ્પોર્ટસ કમીટીમાં રચેશ પીપળીયા, દર્શિતા જોષી, વિશાલ પાટોળીયા, મિતલ ચૌહાણ, દિપક મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:48 pm IST)