Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કડીવાર હોસ્પિટલ દ્વારા કાલે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ, તા. ૧૮ : કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ તથા વૃંદાવન વાટીકા અક્ષરપાર્ક દ્વારા વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તા. ૧૯ના રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ સુધી પેરેડાઈઝ સ્કુલ, ગામ સરપદળ મુકામે યોજાયેલ છે.

કેમ્પમાં ડો.બીપીન કાનાણી, ડો. સચિન ભીમાણી, ડો.શહેનાજ કડીવાર, ડો.મયુર મકાસણા, ડો. રાકેશ ટાંક, ડો.વિમલ દવે, ડો.ભાવેશ દેવાણી, ડો.મયુર શુકલા, ડો.તુષાર ઝાલાવડીયા, ડો.ઉમંગ શુકલા, ડો.પાર્થ સોલંકી, ડો.અજય મહેતા, ડો.વિમલ સોમૈયા, ડો. રાહુલ રાણપરીયા, ડો.પરેશ કાછડ, ડો.રજનીશ ઝાલાવડીયા સેવા આપશે. જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લેવા ડો.આર.જે. કડીવાર (કડીવાર હોસ્પિટલ) અને ગોરધનભાઈ પ્રજાપતિ (અક્ષર ગ્રુપ) દ્વારા અનુરોધ કરાયો છે.

(3:44 pm IST)