Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ચોટીલાના પીપાવા પાસે વાડીમાં રમેશ દુધરેજીયાનો આપઘાતનો પ્રયાસ

માતાએ કામે જવા બાબતે ઠપકો આપતા બાવાજી યુવાને ઝેરી દવા પી લીધીઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૮: ચોટીલાના પીપાવાગામ પાસે વાડીમાં માતાએ કામે જવા બાબતે ઠપકો આપતા બાવાજી યુવાને ઝેરી દવા આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ચોટીલાના પીપાવા ગામમાં રહેતા રમેશભાઇ  ઉમેદરાય દુધરેજીયા (ઉ.વ.૩૫)એ ગામ પાસે પ્રદિપસિંહ દરબારની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા  છે.

રમેશભાઇને સંતાનમાં બે પુત્ર અને  એક પુત્રી છે. તે કડીયા કામની  મજુરી કામ કરે છે.  ઘણા દિવસોથી તે કામે જતા ન હોઇ, તેવી માતાએ ઠપકો  આપતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યાનું ખુલ્યુ છે. આ અંગે ચોટીલા પોલીસે તપાસ હાથધરી છે.

(3:40 pm IST)