Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જયભીમનગરમાં કાજલ પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

રાજકોટ તા. ૧૮ : નાનામવા રોડ પર જયભીમનગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.મળતી વિગત મુજબ નાનામવા રોડ પર જયભીમનગર શેરી નં. ૯ માં રહેતી કાજલ રમેશભાઇ પરમાર (ઉ.૧૮) એ સવારે પોતાના ઘરે લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

પરિવારજનો જોઇ જતા તાકીદે તેને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)