Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

હેરશીપ-વારસા સર્ટીફીકેટ અંગેનો દાવો ડીસમીસ કરવા હુકમ

રાજકોટ તા.૧૮: હેરશીપ સર્ટી-વારસા સર્ટીફીકેટ ડીડી કરતી કોર્ટ હુકમ કર્યો હતો.

અરજીની કેસની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટના રહીશ ચંદુભાઇ અમૃતલાલ વ્યાસ રાજકોટ મુકામે આ કામના પ્રતિવાદી તેમના ભાઇ મનસુખભાઇ અમૃતલાલ વ્યાસ તેઓના માતુશ્રી સમજુબેન અમૃતલાલ વ્યાસને તેમની હૈયાતી દરમીયાન સ્થાવર મીલ્કત ગુજરાત રાજયના રાજકોટના સબ ડીસ્ટ્રીકટ રાજકોટના શહેર રાજકોટમાં ૮૦ ફુટ રોડ ઉપર નવા થોરાળા મુકામે ફીલ્ડ માર્શલની પાછળ આવેલ શ્રી રામનગર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. રાજકોટના બીનખેડવાણ પ્લોટસ પૈકી પ્લોટ નં.૧૨૩ની જમીન ચો.વા.આ.૧૯૪-૪ ઉપરના ઉભા ઇમલા ઇમારત સહીતના મકાન સમજુબેન અમૃતલાલ વ્યાસને સોસાયટીના પ્રમુખશ્રીએ તા.૨૪-૧-૧૯૬૪ના રોજ ફાળવેલ છે. અને ત્યાર બાદ સમજુબેનનુ તા.૧૮-૧-૨૦૦૨ના રોજ રાજકોટ મુકામે મરણ થયેલ છે. જે મકાન આ કામના પ્રતિવાદીની નોમીનેશન રૂએ તથા વારસાઇ હકક સમાયેલ છે. આ કામના વાદી રહેતા હોય અને તેમને આ કામના પ્રતિવાદી સામે દાવો દાખલ કરેલ સ્થાવર મીલ્કત વાદીના નો હેરશીપ સર્ટી-વારસા સર્ટીફીકેટ મેળવવા સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

અદાલતે વાદીનો દાવો ડીસમીસ કરવાનો હુકમ કરેલ છે ને તેના હુકમમાં જણાવેલ છે કે વાદી કે તેમના વકીલ હાજર રહેલ નથી કે કોઇપણ પ્રકારનો રીપોર્ટ નથી સાંજે ૫ વાગ્યે પોકાર કરતા પણ કોઇ હાજર નથી આમ વાદી દ્વારા દાવો દાખલ થયા બાદ આજદીન સુધી કોઇ રજુઆત કરેલ નથી જેથી વાદીને દાવો આગળ ચલાવવા રસ ન હોય તેવુ જણાય આવે છે. જેથી વાદીનો દાવો ડીસમીસ કરવાનો હુકમ કરવામાં આવે છે.

આ કામમાં વાંધેદાર નં.૧ ચંદુભાઇ અમૃતલાલ વ્યાસ વતી એડવોકેટ તરીકે રાકેશ ટી.કોઠીયા, નમીતા આર.કોઠીયા, નિશાંત ગોસ્વામી રોકાયેલા હતા.

(3:36 pm IST)