Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

છેતરપીંડીથી દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં આરોપીના આગોતરા મંજુર

રાજકોટ તા.૧૮ : બળજબરી અને વિશ્વાસઘાત છેતરપીંડીથી દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર કરવાનો હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

વાંકવડ મુકામેની છગન મોહન થોરીયાની ખેતિની જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધાયેલ જે દસ્તાવેજ જગાભાઇ રાતડીયા સાથેના વ્યાજના વ્યવહાર અન્વયે બળજબરીથી નિર્મળભાઇ દેશાભાઇ હુંબલના નામ જોગ નોંધાવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હોવા અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સમક્ષ ફરીયાદ દાખલ થયેલ જે ફરીયાદ અન્વયે જગદિશભાઇ વિભાભાઇ રાતડીયાએ ધરપકડની દહેશત અન્વયે આગોતરા જામીન મળવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન મુકતી અર્થે અરજ કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરેલ છે.

આ કેસની વિગતે ૩૦/૦૪/૧૯ ના રોજ છગનભાઇ મોહનભાઇ થોરીયાએ પોતાની માલીકીની મિલ્કત વેચાણ દસ્તાવેજ તા.૩૦/૦૪/૧૯ ના રોજ પોતે તથા તેના પુત્ર રૂબરૂ નિર્મળભાઇ દેસાભાઇ હુંબલને દસ્તાવેજ નોંધાવી આપેલ.

આ ફરીયાદના કામે ધરપકડ થવાની દહેશતને ધ્યાને લઇ જગદિશભાઇ વિભાભાઇ રાતડીયાએ એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલીયા મારફત આગોતરા જામીન અરજી ગુજારેલ જે પ્રથમ સેસન્સ અદાલતમાં નામંજુર થતા હાઇકોર્ટ સમક્ષ અરજ કરતા આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

જગદિશભાઇ વિભાભાઇ રાતડીયા વતી હાઇકોર્ટ સમક્ષ મેહુલ પાડલીયા તેમજ ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા, હિરેન ડી.લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, સીરાકમુદ્દીન સેરસીયા, કરણ ડી.કારિયા (ગઢવી) પિયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, ક્રિષ્નબેન પીઠડીયા, કાજલબેન જી. ખસમાણી, ખુશી જી. ચોટલીયા, નિરાલી કોરાટ વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:36 pm IST)