Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સોમવારે ભરવાડ સમાજના સમુહલગ્ન

૩૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : પૂ. ઘનશ્યામપુરી બાપુ સહીત સંતો મહંતો પધારશે

રાજકોટ તા. ૧૮ : ગોપાલક સમુહલગ્ન સમિતિ રાજકોટ દ્વારા તા. ૨૦ ના સોમવારે ભરવાડ સમાજના ૨૨ માં સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

ધર્મગુરૂ મહામંડલેશ્વર પૂ. ઘનશ્યામપુરીબાપુ સહીત સંતો મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં ૩૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.

રૈયાધાર પાણીનો ટાંકો, રાણીમાં રૂડીમાં ચોક પાસે, રામાપીર ચોકડીથી અંદર ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે યોજાનાર આ સમુહલગ્નમાં ૩૫ થી ૪૦ હજારની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. સાથો સાથ રકતદાન કેમ્પ અને વ્યસનમુકિત સંકલ્પ કુંભનું આયોજન પણ છે. ભરવાડ સમાજમાં કુરીવાજો ત્યજવા સંકલ્પ લેવાશે.

સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, હિરાભાઇ ઉકાભાઇ બાંભવા, રાજુભાઇ નોંધાભાઇ જુંજા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, બીજલભાઇ રામજીભાઇ ટારીયા, રમેશભાઇ તેજાભાઇ જુંજા, ડાયાભાઇ ફકીરાભાઇ રાતડીયા, નાગજીભાઇ જીણાભાઇ ગોલતર, નારણભાઇ માંડણભાઇ વકાતર, રાજુભાઇ મેપાભાઇ ટોયટા, હરેશભાઇ મૈયાભાઇ ઝાપડા, ગોપાલભાઇ નરશીભાઇ ગોલતર, પ્રકાશભાઇ કુવરાભાઇ ઝાપડા, ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, રાજુભાઇ ઘેલાભાઇ ઝાપડા, રૈયાભાઇ વેલાભાઇ ઝાપડા, ધીરજભાઇ મુંધવા, પરેશભાઇ સોરીયા, અશ્વિનભાઇ મુંધવા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ભરવાડ સમાજના ધર્મગુરૂ પૂ. ઘનશ્યામપુરી બાપુની ફેબ્રુઆરીમાં પ્રયાગમાં પદ્દગ્રહણવિધિ

રાજકોટ તા. ૧૮ : ભરવાડ સમાજના ધર્મગુરૂ એવા પૂ. ઘનશ્યામબાપુને દ્વીતીય શાહી સ્નાન પર્વ નિમિતે ગુરૂ શ્રી શીવપૂરીબાપુની શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદ્દગ્રહણવિધિ તા. ૫ ના મંગળવારે સવારે ૧૦ થી ૪ પ્રયાગરાજ, અલ્હાબાદ ઉત્તરપ્રદેશ ખાતે યોજેલ છે.

(3:36 pm IST)