Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પ્રો. લાભશંકર પુરોહિતને ઝવેરચંદ મેઘાણી અને લોકગાયક ભારતીબેન કુંચાલાને હેમુ ગઢવી એવોર્ડથી સન્માનીત

પૂ.મોરારીબાપુના હસ્તે એવોર્ડ એનાયત- પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યા સહિતની પ્રતિભાની ઉપસ્થિતી

રાજકોટ : ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૧માં ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધકો અને સંપાદકો જે આ ક્ષેત્રમાં દાયકાઓથી  કાર્યરત છે. તેઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનીત કરવા શ્રી ઝવેરચંદ મેઘાણી  લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને   સંચાલન સોંપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી  એવોર્ડ વર્ષ ૨૦૧૧થી અને લોકગાયક  હેમુ ગઢવી - એવોર્ડ વર્ષ ૨૦૧૫થી આપવામાં આવે છે.

 

બંન્ને એવોર્ડ માટેની સર્ચ કમિટીએ  ગુજરાતના વિવિધ ભૌગોલિક વિસ્તારો અને અલગ અલગ વૈવિદ્ય ધરાવતા લોકગાયકો, લોકસાહિત્યકારો, ભજનીકો, કલાકારોમાંથી  બંન્ને એવોર્ડ માટે એક એક મહાનુભાવોને પસંદ કર્યા હતા. જેમા પ્રો. લાભશંકર પુરોહીતને  શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ  તેમજ શ્રી ભારતીબેન કુંચાલાને લોકગાયકશ્રી હેમુગઢવી એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રોફેસર અને કેન્દ્રના નિયામકશ્રી ડો. અંબાદાન રોહડીયાએ બન્ને એવોર્ડ મેળવનાર મહાનુભાવોને પરિચય આપેલ હતો.  કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના ગાન કરવામાં આવેલ હતુ. કાર્યક્રમના પ્રારંભે પરમ પૂજ્ય મોરારીબાપુ તથા મહાનુભાવોના વરદ હસ્તે બન્ને એવોર્ડ મેળવનાર મહાનુભાવોની ઉપસ્થિતીમાં દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ હતો.

કાર્યક્રમમાં પ્રખર રામાયણી સંતશ્રી શ્રી મોરારી બાપુના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષશ્રી પદ્મ શ્રી વિષ્ણુભાઈ પંડયા, કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ . ડો.વિજયભાઈ દેશાણી, સંસદ સભ્યશ્રીઓ  મોહનભાઈ કુંડારીયા તથા ેૅપૂનમબેન માડમની ઉપસ્થિતિમાં પ્રો. લાભશંકર પુરોહિતને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા શ્રી ભારતીબેન કુંચાલાને લોકગાયક હેમુગઢવી એવોર્ડ, શાલ અને રૂ।. ૧ લાખનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા.

કાર્યક્રમમાં સન્માનિત થનારા મહાનુભાવો પ્રો. લાભશંકર પુરોહિત અને શ્રી ભારતીબેન કુંચાલાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, લોકપરંપરા, લોકગીતો-ભજનોના ક્ષેત્રમાં સંશોધન, સંપાદન કરી ઉજજવળ કામગીરી કરનારા મહાનુભાવોને પ્રતિવર્ષ એવોર્ડ આપાં સન્માનિત કરવામાં આવે છે. જે ખૂબજસરાહનીય બાબત છે. આ વર્ષે અમોને આ એવોર્ડ પૂજય મોરારી બાપુના વરદ ેહસ્તે પ્રાપ્ત થયેલ છે એ માટે અમે ધન્યતા, ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે  સાહિત્ય મહોત્સવ ના આયોજનો કરી આપણાં સર્જકો, લોસાહિત્યકારો અને લોકકલાકારોના પ્રદાનને છેક છેવાળાના માનવી સુધી પહોંચાડવું એ આજના સમયે ખૂબજ આવશ્યક.છે. શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા  આપણાં લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને ગુજરાતની પરંપરાગત કૃતિઓને જીવંત રાખવાનું ઉમદા કાર્ય  કરે છે. આપ માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેનદ હંમેશ સહયોગ જેૈન ઈન્ટરનેશનલ ઓર્ર્ગેનાઈઝેશનના પ્રમુખશ્રી ઘેવરચંદજી બોહરાએ એવોર્ડ અર્પણ અને દીક્ષાગ્રહણ સમારોહમાં પોતાનું પ્રાસંગિક ઉદબોધન આપેલ હતું અને બન્ને એવોર્ડ મેળવનાર લોકસાહિત્ય/લોકગાયન/લોકપરંપરાના સાધકોને એવોર્ડ મળવા બદલ અભિનંદન  પાઠવ્યા હતા.

જાણીતા રામાયણી સંતશ્રી પુજે મોરારી બાપુએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે લોકસાહિત્યએ  દેશ, રાજય કે સમાજ  સંસ્કૃતિ છે. દરેક પ્રાંત, ગામ, શહેર કે રાજયના રીતીરીવાજા અલગ અલગ હોય છે. આ રીત-રીવાજોનું એક કેડીએ કંડારવાનું અને લોકસંસ્કૃતિને જાગૃત કરવાનું કાર્ય શ્રી-મેઘાણીજીએ ગામડે-ગામડે ખુંદીને એકત્રીત, કર્યું છે.

 કોઈ વિશ્વવિદ્યાલય દ્વારા લોકસાહિત્યમાં સંશોધન અને સંપાદન કરનારાનું એવાર્ડ આમી બહુમાન કરવામાં આવતું હોય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ અને એકમાત્ર વિેશ્વવિધાલય છે. આ માટે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીને અભિનંદન પાઠવું છું.

પૂજય બાપુએ સિવીલ સર્વિસીસની પરીક્ષાઓના તાલીમાર્થીઓને સત્યનું આચરણ કરવું, ધર્મનું  પાલન કરવું, સ્વાઘ્યાયમાં આળસ ન કરવી અને માતા-પિતા-ગુરુનો આદર કરવો એવી લાગણી વ્યકત કરેલ હતી..

આજના યુવાનોની આંખોમાં તરવરાટ છે. યુવાનોને આપણાં લોકસાહિત્ય, લોકપરંપરાઓ, રીતી-્રરિવાજો અતે લોકગીતોની જાણકારી અને માહિતિ મળે તે માટે આવા કાર્યકમો થતાં રહેવાં જોઈએ. શ્રી લાભશંકર દાદા એ લાંકસાહિત્યના ક્ષેત્રમાં ઝીણું ઝીણું કાંતીને આજદિન સુધી લોકસાહિત્યને જીવંત રાખ્યું છે. શ્રી ભારતીબેનના કંઠમાં આ ધરતીનાં કણ રહેલ છે. આજરોજ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ મેળવનાર લોકસાહિત્યના સાધક પ્રો. લાભશંકર પુરોહિત અને લોકગાયકશ્રી હેમુ ગઢવી એવોર્ડ મેળવનાર શ્રી ભારતીબેન કુંચાલાને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ પાઠવું છું અને જીવનપર્યત તેમણે કરેલી શબ્દની સાધનાની આપણે સૌએ સાથે મળીને વંદના કરી છે તેથી હું મારો રાજીપો વ્યકત કરું છું.

કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ કરેલ હતુ. કાર્યક્રમની આભારવિધી ડો. રમેશભાઇ પરમારે કરેલ  હતી.

કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. ભાવીનભાઈ કોઠારી, પૂર્વ સિન્ડિકેટ સભ્યશ્રી મહેશભાઈ ચૌહાણ, જૈન .ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના  સંજયભાઈ, જાણીતા હાસ્ય કલાકાર શાહબુદીનભાઈ રાઠોડ,  ઘીરૂભાઈ સરવૈયા, લોકસાહિત્યકાર નીરંજનભાઈ રાજયગુરૂ, ફ્ુલછાબના તંત્રી  કોશિકભાઈ મહેતા, લોકગાયક હેમુભાઈ ગઢવીના સુપુત્ર રાજેન્દ્રભાઈ ગઢવી, સેનેટ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, વિવિધ ભવનોના અઘ્યક્ષશ્રીઓ, પ્રાઘ્યાપકશ્રીઓ, અધિકારીશ્રીઓ, વહીવટી સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકસાહિત્યના ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા.(૧૭.૨૧)

(3:34 pm IST)