Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

યુથ ફોર ડેમોકસી દ્વારા સોમવારે 'યુવા સંસદ'

વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લેશેઃ દેશની સાંપ્રત સ્થિતી પર ચર્ચા

રાજકોટઃ તા.૧૯, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવાદિનને લક્ષમાં રાખી યુથ ફોર ડેમોક્રેસી અને ગુજરાત સ્ટેટ યુથ કાઉન્સીલનાં ઉપક્રમે 'યુવાસંસદ ૨૦૧૯'નું તા.૨૧ સોમવારે સવારના ૧૦ થી ૨ સુધી બાલભવન, રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ કોલેજોના ૧૫૦ સામાજીક, રાજકીય અને આર્થિક પરિસ્થિતી ઉપર ચર્ચા કરશે. ખાસ કરીને સવર્ણોને અપાયેલ ૧૦ % અનામત ઉપરાંત દેશની વર્તમાન શિક્ષણનિતિ ઉપર પોતાના વિચારો સ્પષ્ટ કરશે.

સમાજ સેવા સંગઠકશ્રી યશવંતભાઇ જનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઉદઘાટન કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, જયંતિભાઇ કાલરીયા વિગેરે ઉપસ્થિત રહેશે.કાર્યક્રમને સફળ બનાવવા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયા અને ગુજરાત સ્ટેટ યુથ કાઉન્સીલના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઇ ગોંડલીયા ઉપરાંત જે.એમ. પનારા, એલ.એમ.સૈયદ, ભારતીબેન સનીસરા, ઉર્મીલાબેન લાબડીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, રસીકભાઇ સોલંકી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:42 pm IST)