Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જલારામ-શિવ સંગમ વિસ્તારમાં બે મિલ્કત સીલઃ ૧૬ લાખની આવક

રાજકોટઃ કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરા વસુલવા ઝુંબેશ અંતર્ગત આજે ન્યુ રાજકોટના જલારામ-ર તથા શિવ સંગમ સોસાયટીમાં બાકી વેરો વસુલવા મિલ્કત સીલ કરવામાં આવી છે. સામા કાંઠે માર્કેટ યાર્ડ વિસ્તારમાં અને માલધારી સોસાયટીમાં ૧ મિલ્કતનો વેરો વસુલવા મિલ્કત સીલની તાકીદ કરવામાં આવી છે. આજે ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા ૧૬ લાખની આવક થવા પામી છે.

(4:00 pm IST)