Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બળાત્કાર કેસમાં જયોતીષ અનંતપ્રસાદ ભટ્ટ સામેની ફરીયાદમાં પ્રોસીડીંગ્સ સ્ટે કરવા હુકમ

રાજકોટ, તા., ૧૯: રાજકોટના બહુચર્ચીત બળાત્કાર કેસમાં સંડોવાયેલા જયોતીષી અનંતપ્રસાદ ભટ્ટ વિરૂધ્ધ થયેલ ફરીયાદને રદ કરવા આરોપી જયોતીષીએ હાઇકોર્ટમાં અરજીના સંદર્ભે હાઇકોર્ટે આરોપી સામેના કેસના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટની ત્યકતા મહિલાએ રાજકોટના જયોતીષી અનંતપ્રસાદ ભટ્ટની વિરૂધ્ધ પોતાની ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદના અનુસંધાને આરોપી જયોતીષીએ પોતે નિર્દોષ હોય અને ફરીયાદી મહિલાએ પોતાને ફસાવી ખોટી રીતે ફસાવેલ છે તેમ જણાવીને હાઇકોર્ટમાં ફરીયાદ કરવા ક્રોસીંગ પીટીશન દાખલ કરી હતી.

આ કામમાં એવી રજુઆત થયેલ કે, આરોપી સામે તપાસ પુરી થઇ ગયેલ છે. ચાર્જશીટ ફાઇલ થયેલ છે. તેમાં બળાત્કારના તત્વો ફલીત થયા નથી.

ઉપરોકત રજુઆત ધ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટે આરોપી સામેના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ શ્રી પ્રશાંતભાઇ ખંઢેરીયા રોકાયા હતા.

(3:22 pm IST)