Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કોર્પોરેશનને વધુ એક એવોર્ડ

આઇટી ક્ષેત્રની કામગીરી બદલ કાલે કલકત્તા ખાતે મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને CSI-Nihilent એવોર્ડ એનાયત થશે

રાજકોટ તા.૧૯ : કોર્પોરેશનને  m-Governance  પ્રોજેકટ અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT)ક્ષેત્રે હાથ ધરેલી વિવિધલક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ મહાનગરપાલિકાને વધુ એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઓનલાઈન મળી રહે તેમજ આઈ.ટી. ક્ષેત્રની અન્ય નોંધપાત્ર કામગીરીની પ્રશસ્તિ રૂપે આવતીકાલે સાયન્સ સીટી કલકત્ત્।ા ખાતે કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા (સી.એસ.આઈ.) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને CSI-Nihilent એવોર્ડ આપવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ વતી મ્યુનિ કમિશનર બંછાનિધિ પાનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

આ વિષયમાં વાત કરતા મ્યુનિ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ આઈ.ટી. ક્ષેત્રે હાથ ધરેલી વિવિધ કામગીરીની કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા (સી.એસ.આઈ.) દ્વારા નોંધ લેવામાં આવેલ છે. રાજકોટનાં નાગરિકોને જુદી જુદી મોબાઈલ સેવાઓ જેવીકે એલર્ટ સર્વિસ, ઈન્ટરેકટીવ સર્વિસ અને મેનેજમેન્ટ સર્વિસ,કોમ્પ્યુનીટી હોલ બુકિંગ તેમજ સ્પોર્ટસ યુટિલિટી રજીસ્ટ્રેશન વગેરે જેવી જુદી જુદી કેટેગરીમાં આશરે ૨૫ જેટલી સેવાઓ મોબાઈલ એપ્લીકેશન તેમજ S.M.S. ઁદ્વારા આપવામાં આવે છે. આ અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષ, જન્મ મરણ, વ્યવસાયવેરા, પાણી ચાર્જ, વેકસીનેશન એલર્ટ જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે તેમજ મહાનગરપાલિકાનું આધુનિક ૨૪*૭ કોલ સેન્ટર પણ ચાલી રહેલ છે.

કોર્પોરેશનને ૨૦૧૧-૨૦૧૨નાં વર્ષમાં પણ મહાનગરપાલિકાની જુદી જુદી મોબાઈલ આધારિત સેવાઓ માટેનાં પ્રોજેકટ An Efficient Way to Meet Citizen’s Expectations ને m-Governance કેટેગરીમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા Computer Society Of India (CSI) કે જે દેશની સૌથી મોટામાં મોટી I.T.પ્રોફેશનલોની સંસ્થાઙ્ગ કે જેમાં ૯૦૦૦૦ કરતાં પણ વધારે મેમ્બરો જેવાંકે સોફ્ટવેર ડેવલપરો, આઈટી વેન્ડરો, પ્રોજેકટ મેનેજરો વિગેરે નો સમાવેશ થાય છે તે સંસ્થા દ્વારા વિજેતા જાહેર કરવામાં આવેલ. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(3:18 pm IST)