Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નવાગામમાં ભરત ઉર્ફ બંગડીને નામચીન સંજય ઉર્ફ ટકો રોજાસરાએ છરી ઝીંકી

જન્માષ્ટમી વખતે વાહન સામ-સામે આવી જતાં કારખાનાના દરવાજા સળગાવી નાંખ્યા'તા તે રિપેર કરવા જતાં જુના મનદુઃખને લીધે ફરી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૯: સંત કબીર રોડ પર કનકનગર-૬માં રહેતાં અને નવાગામ રંગીલા સોસાયટીમાં બંગડીનું કારખાનુ ધરાવતાં ભરત ઉર્ફ બંગડી સવજીભાઇ સોરાણી (કોળી) (ઉ.૨૮)ને તે સાંજે સાડા પાંચેક વાગ્યે નવાગામમાં પોતાના કારખાનાના દરવાજા અગાઉ બળી ગયા હોઇ તે બદલાવવા માટે જતાં ત્યાં જ રહેતાં સંજય ઉર્ફ ટકો રોજાસરા નામના કોળી શખ્સે આવી ઝઘડો કરી છરીથી હુમલો કરી ગાલ પાસે ઇજા કરતાં સારવાર માટે દાખલ થયો છે.

કુવાડવાના પી.એસ.આઇ. આર. એલ. ખટાણા અને કે. સી. સોઢાએ ભરત ઉર્ફ બંગડીની ફરિયાદ પરથી સંજય સામે ગુનો નોંધ્યો છે. આ શખ્સ અગાઉ પણ મારામારીમાં સંડોવાઇ ચુકયો છે. ભરતના કહેવા મુજબ જન્માષ્ટમીના તહેવાર પર વાહન સામ-સામે આવી જવાના મુદ્દે બોલાચાલી થતાં તે વખતે સંજય ઉર્ફ ટકાએ મારા કારખાનાના દરવાજા સળગાવી નાંખ્યા હતાં. મેં ત્યારે કોઇ ફરિયાદ કરી નહોતી. આ દરવાજા રિપેર કરાવવા હું ગત સાંજે કારખાને ગયો ત્યારે ટકાએ જુના મનદુઃખને કારણે છરીથી હુમલો કરી દીધો હતો.

(10:46 am IST)