Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વિજયભાઇની ઇન્ડિયન ઓઇલના પાઇપલાઇનના અધિકારીઓ સાથે મીટીંગ

રાજકોટઃ ઇન્ડિયન ઓઇલ પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇનના એકઝીકયુટીવ ડાયરેકટર શ્રી દિલીપકુમાર બેનર્જી અને તેમના હોદેદારો દ્વારા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી  સાથે ઓઇલના પાઇપલાઇન નેટવર્ક અને નવા આવતા પાઇપલાઇન નેટવર્કની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાઇપલાઇનની સેફટી અને સીકયોરીટી અને સીએસઆર યોજનાની પણ માહિતી આપવામાં આવી હતી. આ મીંટીગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતમાં ઇન્ડિયન ઓઇલના નેટવર્ક સુચારૂ રૂપથી ચાલે તે માટે આશા દર્શાવી હતી.

આ મીટીગમાં શ્રી કે.કે. ચૌધરી (સીજીએમટી), શ્રી એચ.એસ.રાય (ડીજીએમ) અને શ્રી પી.વી. મહેતા (મેનેજર અને સક્ષમ અધિકારી ગુજરાત રાજય) પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇનના હોદેદાર હાજર રહયા હતા.

(4:27 pm IST)